Abhayam News
AbhayamGujarat

કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અને ખાનગી માણસ લાંચ લેતા ઝડપાયા

કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અને ખાનગી માણસ લાંચ લેતા ઝડપાયા સરકારી બાબુઓ પોતાના પોતાનું કામ નહીં કરી કામ કરવા માટે સતત લાંચ માંગતા  હોવાની ફરિયાદોને લઈને ગુજરાત સરકારનો એસીબી એકમ સતત લાંચીયા અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે ત્યારે સુરત એસીબી એકમના અધિકારીઓએ આજે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ખાનગી માણસને રૂપિયા 15,000 ની લાંચ લેતા ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ અને ખાનગી માણસ લાંચ લેતા ઝડપાયા

સરકારી બાબુઓ લોકોના કામ કરવા માટે સરકાર પાસેથી પગાર લેવાની સાથે લોકો પાસેથી લાંચ પણ લેતા હોવાની સતત ફરિયાદો સામે આવતા સરકારના લાંચ રિશ્વત વિભાગ દ્વારા આવા લાંચિયા સરકારી બાબુ વિરુદ્ધ કાર્યવાહી કરે છે. આવા અધિકારીઓ વિરૂદ્ધ એસીબી સતત આ પ્રકારની કાર્યવાહી કરતું હોય છે ત્યારે સુરત એસીબી એકમ એ અધિકારીઓને આ જ પ્રકારે લાંચ માંગતા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયદીપ મહારુ પાટીલ તેના એક ખાનગી માણસ સુરેશ વાઘજીભાઈ હિરપરા સાથે કાપોદ્રાના સિદ્ધપુરથી ઇંગ્લિશ મિડીયમ સ્કુલના મુખ્ય ગેટ પાસે 15,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

જોકે આ સરકારી પોલીસકર્માચારી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોકસો હેઠળ જે ગુનો દાખલ થયો હતો તેના આરોપી સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ મળી કુલ ચાર લોકો સુરતની લાજપોર જેલમાં બંધ હતા અને તેમની જામીન અરજી સુરતની કોર્ટમાં મૂકવામાં આવી હતી ત્યારે પોલીસ કર્મચારી દ્વારા આરોપીના કુટુંબી ભાઈને બોલાવી પોકસો કેસના ફરિયાદીના પિતા સાથે સમાધાન કરવાના એવજ પેટે આ લાંચની માંગણી કરવામાં આવી હતી.

જોકે જે આરોપી જેલમાં બંધ હતા તેમના પરિવાર દ્વારા આ પોલીસ કર્મચારીને લાંચ આપવા ન માંગતા હોવાને લઈ તેમના દ્વારા આ મામલે સુરત એસીબી એકમમાં આ પોલીસ કર્મચારી લાંચ માંગતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને એસીબી એકમ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરી આ મામલે ગુનો દાખલ કરી પોલીસ કર્મચારી લાંચ લેવા આવવાનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના રૂપિયા લેવા આવતા સમયે એસીબી એકમના અધિકારીઓએ આ છટકામા પોલીસ કર્મચારી સાથે તેના ખાનગી માણસને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કોરોનાના કેસ વધતા આ શહેરમાં બસ 50% સીટિંગ કેપેસીટી સાથે જ દોડશે…..

Abhayam

પાસપોર્ટ બનાવડાવો છે?

Vivek Radadiya

આ ખેલાડીઓને IPL2024ની હરાજીમાં મળશે સૌથી વધુ રૂપિયા

Vivek Radadiya