બોલર્સની એક ભૂલને કારણે લાગશે 5 રનની પેનલ્ટી આઈસીસીના જણાવ્યા અનુસાર, વનડે અને ટી20 માટે ઈલેક્ટ્રોનિક વોચ એટલે કે સ્ટોપ ક્લોક જોડવામાં આવશે. આ નિયમ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 વચ્ચે પુરુષ વનડે અને ટી20 ઈન્ટરનેશનલમાં પ્રયોગ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આઈસીસી અનુસાર આ દરમિયાન લગભગ 59 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
સમય સાથે દરેક વ્યક્તિ, વસ્તુ, સ્થિતિ અને નિયમો બદલાતા રહે છે. ક્રિકેટમાં પણ બદલતા સમય સાથે નવા નિયમની એન્ટ્રી થઈ છે. ટી20 અને વનડે મેચ સમય પર પૂરી થાય તે માટે પહેલા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ પ્રયાસમાં વધુ એક નિયમ જોડાયો છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 સિરીઝથી આ નિયમ લાગુ થશે.
આઈસીસીના જણાવ્યા અનુસાર, વનડે અને ટી20 માટે ઈલેક્ટ્રોનિક વોચ એટલે કે સ્ટોપ ક્લોક જોડવામાં આવશે. આ નિયમ ડિસેમ્બર 2023થી એપ્રિલ 2024 વચ્ચે પુરુષ વનડે અને ટી20 ઈન્ટરનેશનલમાં પ્રયોગ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આઈસીસી અનુસાર આ દરમિયાન લગભગ 59 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે.
બોલર્સની એક ભૂલને કારણે લાગશે 5 રનની પેનલ્ટી
- ફિલ્ડિંગ ટીમ અગાઉની ઓવરની 60 સેકન્ડની અંદર બોલિંગ કરવા માટે તૈયાર હોવી જોઈએ.
- ઉલ્લંઘનના પરિણામો: બે ચેતવણીઓ બાદ ત્રીજી ભૂલ સમયે 5 રનની પેનલ્ટી લાગશે.
- ટ્રાયલનો સમયગાળો: ડિસેમ્બર 2023 થી એપ્રિલ 2024 સુધી ODI અને T20I મેચ (લગભગ 59 રમતો).
- વધારાની પેનલ્ટી: ICC ની રમતની સ્થિતિઓ અનુસાર ધીમા ઓવર-રેટ માટે નાણાકીય દંડ.
નિયમ અનુસાર જે ટીમ મેચમાં બોલિંગ કરી રહી છે તેણે એક અને બીજી ઓવર વચ્ચે 60 સેકેન્ડ કરતા વધારે સમય ના થાય તેની ટકેદારી રાખવી પડશે. આઈસીસીએ ગ્રાઉન્ડ પર 60 થી 0 સુધીની ઘણતરી કરતી ઘડિયાળ મૂકશે, જેથી ખેલાડીઓ સમય જોઈ શકે. આ પ્રયોગનો ઉદ્દેશ્ય 2 ઓવર વચ્ચે બગડતા સમયનો બચાવવાનો છે. 2 વાર આ નિયમનો ભંગ કરવા પર ચેતવણી આપવામાં આવશે, પણ ત્રીજીવાર 5 રનની પેનલ્ટી લાગશે.
આ સાથે ICCએ પણ આ નિયમમાં કેટલાક અપવાદો રાખ્યા છે. જો ઘડિયાળ પહેલેથી જ શરૂ થઈ ગઈ હોય, તો તે આ સંજોગોમાં રદ થઈ શકે છે. જો ઓવરોની વચ્ચે નવો બેટ્સમેન વિકેટ પર આવે છે. આ સાથે અમ્પાયરોએ બેટ્સમેન અથવા ફિલ્ડરની ઈજાની ઓનફિલ્ડ સારવારને મંજૂરી આપી છે. ઘડિયાળની શરૂઆત નક્કી કરવાની જવાબદારી થર્ડ અમ્પાયરની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે