નડિયાદમાં ચાઇનીઝ દોરીથી 25 વર્ષથી યુવતીનું ગળુ કપાયુ રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગ દ્વારા મહત્વના આદેશ આપેલા છે.ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવાયો છે.જો કે રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા બેફામ રીતે ચાઈનીઝ દોરીનો વેપલો ચાલી રહ્યો છે. ત્યારે સામાન્ય જનતા તેનો ભોગ બની રહી છે. ખેડામાં એક યુવતીનું દોરીથી ગળુ કપાતા મોત થયુ છે.
25 વર્ષની યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયુ
NGTના આદેશ મુજબ વેપારીઓ આવી કોઇ પણ પ્રતિબંધિત વસ્તુ નહીં વેચી શકે. જેને લઇ DGએ રાજ્યના તમામ કમિશનર તેમજ SPને પરિપત્ર જાહેર કર્યો છે અને સમયાંતરે દરોડા સહિત તપાસની સૂચના આપી છે.જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ પોલીસ દરોડા પાડીને ચાઇનીઝ દોરી પણ જપ્ત કરી રહી છે. જો કે બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદમાં ચાઇનીઝ દોરીએ યુવતીનો ભોગ લીધો છે. 25 વર્ષની યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા મોત થયુ છે.
યુવતીને સારવાર મળે તે પહેલા જ થયું મોત
ઘટના કઇક એવી છે કે નડિયાદમાં 25 વર્ષની યુવતી વાણિયાવડથી ફતેપુરા જવાના રોડ પર ટુ વ્હીલર પર જઇ રહી હતી, તે દરમિયાન તેના ગળામાં અચાનક જ ચાઇનીઝ દોરી વાગી હતી. યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જો કે યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ છે.
બે દિવસ પહેલા જ મહિસાગરમાંથી ચાઇનીઝ દોરીનો વેપાર કરતા 2 શખ્સ ઝડપાયા છે. પોલીસે બાલાસિનોરના પાંડવામાં ચાઇનીઝ દોરી વેચતા અબ્દુલ સમદ અને મોહમ્મદ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી 16 હજારથી વધુની કિંમતની 59 નંગ ચાઇનીઝ દોરી જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહિસાગરમાં કલેક્ટરના જાહેરનામા બાદ પણ ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ થઈ રહ્યું છે.
થોડા દિવસ પહેલા અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા ચાઈનિઝ દોરી વેચનારાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. શહેરના કોટડા પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો હતો. અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરી ઝડપાઈ હતી. તો પ્રતિબંધિત દોરી વેચતા વેપારી બાબુ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી હતી. તો વાપીના વોન્ટેડ વિક્રમ રાઠોડ પાસેથી ચાઈનીઝ દોરી મગાવવામાં આવી હતી. તો 5 હજારથી વધુ દોરીના રિલ સાથે 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે