Abhayam News
AbhayamSports

13 જુલાઈથી શરૂ થનારી વનડે સિરીઝ હવે આ તારીખથી શરૂ થઈ શકે છે….

13 જુલાઈથી શરૂ થનારી વનડે સિરીઝ હવે 17 જુલાઈથી થઈ શકે છે, કોરોનાને કારણે લેવાયો નિર્ણય…..

ભારત અને શ્રીલંકા વચ્ચે થનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ હવે પહેલાંથી નિર્ધારિત શિડ્યૂલ (13 જુલાઈ)થી શરૂ નહીં થાય. શ્રીલંકાની ટીમના બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન પોઝિટિવ આવ્યા છે. એ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ક્રિકેટ શ્રીલંકાએ આ સિરીઝને થોડા દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવે છે કે આ સિરીઝ હવે 17 જુલાઈથી શરૂ થઈ શકે છે.

પહેલા શિડ્યૂલ મુજબ, વનડે સિરીઝની પહેલી મેચ 13 જુલાઈ, બીજી 16 જુલાઈ અને ત્રીજી વનડે 18 જુલાઈએ રમાવાની હતી, જે બાદ ટી-20 સિરીઝ રમાવાની હતી. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC)એ હવે BCCIની સામે 17,19 અને 21 જુલાઈના રોજ 3 મેચ રમાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો ટી-20 ટૂર્નામેન્ટ 24,25 અને 27 જુલાઈના રોજ રમાઈ શકે છે. આ અંગે BCCI નિર્ણય કરશે.


શ્રીલંકાની ટીમ એક મેડિકલ સ્ટાફે જણાવ્યું હતું કે હાલ એ કહેવું ઉતાવળિયું હશે કે ભારત વિરુદ્ધ કયા ખેલાડી રમશે. બોર્ડ અને મેડિકલ ટીમ સ્થિતિ પર ઓબ્ઝર્વ કરી રહ્યાં છે. RT-PCR ટેસ્ટના બીજા રાઉન્ડ બાદ કંઈ કહી શકાશે.


શ્રીલંકા માટે ચિંતાની વાત એ છે કે બેટિંગ-કોચ ગ્રાંટ ફ્લાવર અને એનાલિસ્ટ જીટી નિરોશન બંને ડેલ્ટા વેરિયન્ટથી પોઝિટિવ થયા છે. કોરોનાનો આ વેરિયન્ટ સૌથી વધુ સંક્રમક અને ખતરનાક છે. શ્રીલંકાના ખેલાડીઓને શુક્રવારે જ આઈસોલેશનથી બહાર આવવાનું હતું, પરંતુ હવે ટીમને બે દિવસ વધુ રાહ જોવી પડશે.


કોરોનાની આ સ્થિતિને જોતાં શ્રીલંકાના બોર્ડે પહેલાંથી વૈકલ્પિક પ્લાન તૈયાર કરી રાખ્યો છે. ખેલાડીઓનાં વધુ બે અલગ-અલગ જૂથ બાયો બબલમાં રાખવામાં આવ્યાં છે. એક ગ્રુપ કોલંબોમાં અને બીજો દાંબુલામાં હાજર છે. જરૂર પડશે તો આ ગ્રુપમાં હાજર ખેલાડીઓને ભારત વિરુદ્ધ સિરીઝમાં ઉતારવામાં આવી શકે છે.

આ વચ્ચે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના વધુ એક વખત RT-PCR ટેસ્ટ થશે. એનાં પરિણામ આવ્યાં બાદ જ નિર્ણય લેવાશે કે ભારત વિરુદ્ધ સિરીઝમાં કયા કયા ખેલાડી ભાગ લેશે.


માનવામાં આવે છે કે ગ્રાંટ ફ્લાવર અને જીટી નિરોશન બંને ઈંગ્લેન્ડમાં જ પોઝિટિવ થયા છે. તેઓ અન્ય ખેલાડીઓને પણ મળતા રહ્યા છે, એ દૃષ્ટિએ અન્ય ખેલાડીઓ પણ સંક્રમિત થશે એવી આશંકા છે. ફોલ્સ નેગેટિવ રિપોર્ટથી બચવા માટે બોર્ડ એક રાઉન્ડના ટેસ્ટિંગ કરાવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

નડિયાદ GIDC ખાતે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Vivek Radadiya

નમાઝ માટે મળતો અડધો કલાકનો બ્રેક રાજ્યસભામાં નાબૂદ

Vivek Radadiya

અંતરિમ બજેટમાં ક્યા ખર્ચનો થાય છે ઉલ્લેખ ? 

Vivek Radadiya