ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્તપણે પાલન થતું હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ અવાર નવાર લાખો રૂપિયાનો દારુનો મુદ્દામાલ પોલીસના હાથે પકડાય છે. તો કેટલીક વખત જે તે વિસ્તારના લોકો દ્વારા દારુના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સ્થાનિક લોકોને સાથે રાખીને દારુના અડ્ડા પર જનતા રેડ કરી હતી.
દારુના અડ્ડા પરથી મોટી માત્રમાં દેશી દારુની પોટલીઓ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે દારુના મુદ્દામાલને કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી.
આ ઘટનાની જાણ કાપોદ્ર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને દારુના અડ્ડા પર તપાસ કરીને દેશી દારુની પોટલીઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાથે જ પોલીસકર્મી દ્વારા દેશી દારૂની પોટલીનું વેચાણ કરતી એક મહિલાની ધરપડક કરવામાં આવી હતી.સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલા આનંદ નગરની બાજુના 118 આવાસમાં દારુનું વેચાણ થતું હોવાની માહિતી સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાને મળી હતી. તેથી કોર્પોરેટર દ્વારા સ્થાનિક લોકોની સાથે દારુના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી.
આ રેડમાં મહિલાઓ પણ જોડાઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં 24 કલાકમાં દારૂનું વેચાણ થતું હોવાના કારણે દારૂડિયાઓ નાની-નાની વાતમાં તોફાનો કરે છે. તેથી મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવાલીયાએ દારુના અડ્ડા પર જનતા રેડ કરીને પોલીસની ઢીલી કામગીરીને પણ છતી કરી છે..
આ ઘટનાની જાણ કાપોદ્ર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમને દારુના અડ્ડા પર તપાસ કરીને દેશી દારુની પોટલીઓનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ પોલીસકર્મી દ્વારા દેશી દારૂની પોટલીનું વેચાણ કરતી એક મહિલાની ધરપડક કરવામાં આવી હતી.
આ બાબતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવાલીયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લોકો વારંવાર સ્થાનિક નેતાઓને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે. મહિલાઓની ફરિયાદ હતી કે, તેમના વિસ્તારમાં દેશી દારુના વેચાણને બંધ કરાવવામાં આવે. પણ ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરની મિલીભગતના કારણે દારુનું વેચાણ અટકતું નહોતું. ભાજપના શાસનમાં શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારુનું વેચાણ ખુલ્લેઆમ થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ પાસે તમામ માહિતી છે કે ક્યા-ક્યા વિસ્તારમાં કેટલા પ્રમાણમાં કોણ દારુનું વેચાણ કરી રહ્યું છે. છતાં પણ તેઓ આંખ આડા કાન કરીને ખુલ્લે આમ દારૂનું વેચાણ કરવા માટે મોકળું મેદાન આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…