ઇન્સ્પેક્ટર પ્રદીપ શર્માના નામે 10 વીમા જમીન પર પ્રાઇવેટ સ્કૂલ, આલીશાન ફ્લેટ સહિત અનેક પ્રોપર્ટીઓ મળી આવી…
અન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) તરફથી આવકથી વધુ સંપત્તિ મામલામાં સર્ચ ઓપરેશનમાં જોધપુરના સૂરસાગર પોલીસ અધિકારી પ્રદીપ શર્મા (SHO Pradeep Sharma)ની પાસેથી 4 કરોડની સંપત્તિનો ખુલાસો થયો છે.
આ તેમની કાયદેસરની સંપત્તિથી 333 ટકા વધુ છે. તેમની પાસેથી જોધપુર જિલ્લામાં 10 વીમા જમીન પર સ્કૂલ, ખનીજ સ્ટોન લીઝ અને બીકાનેરમાં જમીનના દસ્તાવેજ કબજે લેવાયા છે. આરટીઆઇ કાર્યકર્તા નંદલાલ વ્યાસ તરફથી 7 જુલાઈ 2019 અને 11 ફેબ્રુઆરી 2020ના રોજ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પ્રદીપ શર્મા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ (Disproportionate assets) ઊભી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કાલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ACBના ઉપમહાનિદેશક ડૉ. વિષ્ણુકાંત અનુસાર, પ્રદીપ શર્માના ઠેકાણાઓ પર એક સાથે રેડ પાડવામાં આવી હતી. તે સર્ચ ઓપરેશન બાદ 4.43 કરોડ રૂપિયાના રોકાણની જાણકારી સામે આવી છે. આરટીઆઇ કાર્યકર્તા નંદલાલ વ્યાસે પ્રદીપ શર્માના અલગ-અલગ સ્થળો પર આવેલી સંપત્તિઓની તમામ વિગતો પણ ફરિયાદની સાથે આપી હતી..
ACBના એડિશનલ પોલીસ અધીક્ષક ભોપાલ સિંહે જણાવ્યું કે, રાતાનાડા પશુ ચિકિત્સાલયની સામે બહુમાળી બિલ્ડિંગમાં પોલીસ અધિકારી પ્રદીપ શર્માનો ફ્લેટ, સૂરસાગર પોલીસ સ્ટેશન સ્થિત તેમની ચેમ્બર, પોલીસ લાઇન સ્થિત તેમના ક્વાટર, ભોપાલગઢ સ્થિત તેમની પ્રાઇવેટ સ્કૂલ અને બીકાનેરમાં એક મકાનમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રદીપ શર્માના ફ્લેટમાં ક્રેશર માટે જમીન ખરીદીના દસ્તાવેજ, ભોપાલગઢમાં દસ વીઘા જમીન પર પ્રાઇવેટ સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલમાં 3 બસ, 22 હજાર વર્ગ ફુટમાં નિર્માણ અને ફર્નીચર મળી આવ્યા છે.
નંદલાલ વ્યાસની ફરિયાદ બાદ એસીબીએ તપાસ કરી આ સંબંધમાં મામલો નોંધી લીધો હતો. એસીબીની કાર્યવાહી બાદ જોધપુર પોલીસ કમિશ્નરેટમાં સનસની ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, એસીબીએ ગુરુવારે બે અન્ય અધિકારીઓના ઠેકાણાઓ ઉપર પણ વધુ સંપત્તિના મામલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમની પાસેથી પણ કરોડો રૂપિયાની પ્રોપર્ટી મળી છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…