2021માં ધો-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે અને પરિણામો પણ જાહેર થઈ ચૂક્યા છે તો ધોરણ-11માં ગુજરાત બહાર એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેરાત કરી છે….
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે દેશના વિવિધ 65 બોર્ડની યાદી જાહેર કરી છે. યાદી પ્રમાણે ધોરણ-10 પાસ કર્યું હશે તો, ધોરણ 11માં પ્રવેશ માટે પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં. યાદી સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓએ યોગ્યતા પ્રમાણપત્ર લેવું પડશે. મહત્વનું છે કે, ધોરણ 10ની પરીક્ષા ગુજરાત બોર્ડમાંથી પાસ કરીને અનેક વિદ્યાર્થીઓ દેશના અલગ-અલગ રાજ્યમાં આગળનો અભ્યાસ કરવા માટે જતાં હોય છે.
ધોરણ-11ના અભ્યાસક્રમ માટે એડમિશનની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકારે આ મહત્વની કામગીરી હાથ ધરી છે. આ યાદી બાદ ગુજરાત બહાર અન્ય રાજ્ય શિક્ષણ બોર્ડમાં અભ્યાસ માટે જનારા બાળકો માટે ઉપયોગી બનશે…
બોર્ડે જાહેર કરી યાદી…
ધોરણ 11માં પ્રવેશ માટે 65 બોર્ડની યાદી જાહેર કરી..
65 બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે પ્રમાણપત્ર જરૂરી..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…