Abhayam News
AbhayamNews

સુરત:-આ કોન્સ્ટેબલ ચાર મહિનાના બાળક સાથે કરે છે નોકરી..

એક માં બાળકો માટે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અડીખમ રહે છે આ વાતને સુરતની મહિલા કોન્સ્ટેબલે સાર્થક કરી છે. તેઓ ૪ મહિનાના બાળકને પોલીસ સ્ટેશન સાથે લઈ જઈને માતૃત્વની જવાબદારી નિભાવે છે. તો સાથે સાથે પોલીસ સ્ટેશનમાં તેમના રોજીંદા કાર્યો કરીને નોકરી પ્રત્યેની પણ ફરજ બજાવે છે.

કોરોનાના બીજા ફેઝમાં પણ ત્રણેય બાળકોને પોલીસ મથકે લાવતા અને ફરજ પણ અદા કરતા હતા. કોરોના સંક્રમિત થયા પણ ૧૪ દિવસમાં ફરજ પર હાજર થઇ ગયા હતા. અપેક્ષા કોટવાલે કહ્યું કે, મારા માટે ફરજ પ્રથમ સ્થાને છે. મારે પિતાની જેમ સારા પોલીસ કર્મચારી બનવું છે. સાથોસાથ બાળકોનું સંભાળ પણ રાખવી છે. પોલીસ ઇન્સ્પેકટર અને ઉચ્ચ અધિકારીઓની મદદથી બાળકોને પોલીસ મથકમાં લાવવાનું શક્ય બન્યું છે.

નોકરીયાત મહિલા માટે પરિવાર, બાળકો અને ફરજ વચ્ચે સંતુલન જાળવવુ મુશ્કેલ હોય છે. ત્યારે સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ અપેક્ષા કોટવાલ આ ત્રણેય ભૂમિકાને ન્યાય આપી રહ્યા છે. ખાખી પ્રત્યેનો પ્રેમ અને બાળકો પ્રત્યેનું કર્તવ્ય નિભાવવા માટે તેમજ ઘરે તેમની સારસંભાળ રાખનાર ન હોવાને કારણે તેઓ દરરોજ પોતાના બાળકોને લઈને પોલીસ સ્ટેશન આવે છે. તેમને ૧૩ વર્ષ, ૮ વર્ષ અને સાડા ચાર મહીનાના દીકરા છે. પતિ સિટી બસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.

પી.આઇ વી.યુ.ગરડીયાએ જણાવ્યું કે, અપેક્ષાબેન ગર્ભાવસ્થાના ૯ મહિના સુધી પરજ પર હાજર રહ્યા હતા. તેમને રજા લેવા કહેવું પડયું હતું. ત્રીજા બાળક માટે મેટરનીટી લીવ મળતી નથી પણ ત્રીજા બાળક બાદ પણ તેઓ ૨૮ દિવસમાં ડયૂટી પર હાજર થઇ ગયા હતા. બાળકોને અહી પરિવાર જેવું વાતાવરણ મળે તે પ્રયાસરૃપે ઘોડિયું અને રમકડાની પણ વ્યવસ્થા કરી છે. તેઓ પહેલા ક્રાઇમ બ્રાંચમાં હતા પણ કામનું ભારણ ઓછું કરવા અને ઘર નજીક ટ્રાન્સફર કરવા પોલીસ કમિશ્નરને કરેલી તેમની અરજી માન્ય રખાઇ હતી. અહી તેમને નાઇટ ડયૂટી અપાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીને કર્યો સવાલ…

Abhayam

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશનો આજે જન્મદિવસ છે 

Vivek Radadiya

સુરત મનપાએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પાછળ ખર્ચી નાંખ્યા 5 કરોડ

Vivek Radadiya

65 comments

Comments are closed.