છેલ્લા એક મહિનાથી જ્યાં ઉત્તરપ્રદેશમાં ભાજપમાં હલચલ વધી છે ત્યાં હવે ગુજરાતમાં પણ ભાજપ નવા જૂની કરે તેવા એંધાણ છે.
વર્ષ 2022માં દેશના છ મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. કોરોના વાયરસ મહામારીના સમયમાં આ ચૂંટણીઓ ખૂબ જ અઘરી સાબિત થવાની છે ત્યારે રાજકીય પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દીધી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારમાં મંત્રીમંડળને લઈને ચર્ચા ચાલી રહી હોવાનો માનવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારનું મંત્રીમંડળ સંપૂર્ણપણે ભરાઈ શકે છે. આ સિવાય બોર્ડ અને નિગમમાં પણ ફેરબદલના એંધાણ છે.
2022 પહેલા ગુજરાતના રાજકારણમાં ફેરફાર
આગામી સમયમાં સરકારમાં ફેરફાર થાય તેવા એંધાણ
ચૂંટણીને ધ્યાને રાખીને જ કરવામાં આવશે ફેરફાર
ભારતીય જનતા પાર્ટી માટે ઉત્તરપ્રદેશ અને ગુજરાત ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય ગણી શકાય. એવામાં છેલ્લા એક મહિનાથી જ્યાં ઉત્તરપ્રદેશમાં ભાજપમાં હલચલ વધી છે ત્યાં હવે ગુજરાતમાં પણ ભાજપ નવા જૂની કરે તેવા એંધાણ છે. ગુજરાતમાં 15મી જૂને ભાજપના બધા જ ધારાસભ્યોને ગાંધીનગરમાં બેઠકમાં હાજર થવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે 2022 પહેલા ગુજરાતમાં ભાજપ સરકારમાં મોટા ફેરફાર કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…