સામાન્ય રીતે દેશના દરેક નાગરિકને દેશપ્રેમ છે અને પોતાની રીતે દેશને યોગદાન પૂરું પાડતા હોઈ છે તેમજ દેશના દરેક નાગરિકને દેશના જવાનો પ્રત્યે ખુબજ માન સન્માન છે અને રહેશે.
સુરત શહેરમાંતો આર્મીના પ્રેમ વિષે જેટલું કહી શકાય એટલું ઓછું છે પરંતુ દરેક વ્યક્તિની જેમ જવાનોને પ્રેમ કરવો અને એને સહકાર આપવો એનાથી વિશેષ દેશના અનેક યુવાનો આર્મીમાં જોડાઈ સેવા કરવા થનગનતા હોઈ છે.
આવામાં હાલમાં જ સુરતમાં ઓફિસર્સના લેફ્ટિનેન્ટ રેન્કમાં સિલેક્ટ થી અને પોતાના ઘરે પરત ફરેલા સ્વપ્નિલ સુરેશભાઈ ગુલાલે સાથે વાતચીત કરીયે અને એમની આ સિદ્ધિ વિશે જાણીયે.
સુરતના ડિંડોલીના સ્વપ્નિલ ગુલાલે ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર તરીકે સિલેક્ટ થયા છે. સામાન્ય પરિવારના સ્વપ્નિલ ગુલાલે પોતાની અથાગ મહેનત અને પરિશ્રમ કરી સફળતા મેળવી છે. તેણે નોકરીની સાથે અભ્યાસ પૂર્ણ કરીને સેનામાં જોડાવાની સિદ્ધિ ગર્વ સાથે મેળવી છે.
નવાગામ ડિંડોલીમાં ખોડલકૃપા સોસાયટીમાં રહેતા સ્વપ્નિલકુમાર સુરેશભાઈ ગુલાલેના પિતા નિવૃત પોસ્ટ માસ્ટર છે. આર્થિક રીતે મધ્યમવર્ગીય ગુલાલે પરિવારના સ્વપ્નિલનું ધ્યેય સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું હતું. પરિવારની પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે ભણતર પુરું કરવામાં તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને આમ પણ સંઘર્ષ આર્મીમાં જવાનો સૌથી પ્રાથમિક નિયમ છે.
સ્વપ્નિલ અભ્યાસની સાથેસાથે પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરતો હતો. તે કોલેજમાં અને ખાનગી ટ્યૂશનમાં બાળકોને ભણાવતો હતો. સ્વપ્નિલ પોતે અનેક કોલેજોમાં આર્મીમાં જવા માટે યુવાનો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યો હતો અને આ કાર્ય હજી પણ જયારે મોકો મળશે તો ચોક્કસ આ કાર્ય શરુ રાખશે.
સ્વપ્નિલે પ્રાથમિક શિક્ષણ ડિંડોલી માતૃભૂમિ સ્કૂલમાં લીધું હતું. પી.ટી સાયન્સ કોલેજમાં બીએસસીમાં એડમિશન લીધું હતું. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ગુલાલે પિતરાઈ ભાઈ સ્વપ્નિલને આર્મીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેથી, કોલેજમાં એનસીસીમાં એડમિશન લીધું હતું. આબુ, સાપુતારા અને રાયગઢમાં એનસીસી કેમ્પસમાં ભાગ લીધો હતો. ત્યાં આકરી ટેકરીઓ ઉપર પર્વતારોહણ કર્યું હતું. આખરે તે દિવસ આવી ગયો જેની રાહ સ્વપ્નિલ અને તેનો પરિવાર જોતા હતા.
આર્મીની પરીક્ષા પાસ કર્યા બાદ આખરે સ્વપ્નિલની સેનામાં પસંદગી થઈ હતી. 11 મહિના સુધી ચેન્નાઈ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. પહેલી પોસ્ટિંગ લેફ્ટનન્ટ ઓફિસર તરીકે રાજસ્થાનના જેસલમેર ખાતે થઈ છે. નિમણૂંક થાય બાદ રવિવાર સ્વપ્નિલ સુરત પધાર્યો હતો. ત્યારે તેના પરિવારના સભ્યો અને મિત્રોએ તેનું સુરત એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેને ફૂલહાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સ્વાગત સમયે દરેક વ્યક્તિના આંખમાં આંશુ હતા કારણકે આ આંશુ ખુશીના હતા.
આપણે સૌ જાણીયે છીએ કે આર્મી યુનિફોર્મ એક સ્વાભિમાન અને ગર્વ પૂરું પાડે છે એમાં પણ સ્વપ્નિલનું સપનું હતું આ નોકરી મેળવી દેશસેવાનું ઉત્તમ કાર્ય કરવાનું. તમને જણાવી દઈએ કે સ્વપ્નિલ એક ક્લાસ-1 અધિકારી જેટલી સત્તા અને રેન્ક ધરાવે છે.
સમગ્ર ગુજરાતમાં માત્ર 2 જ વ્યક્તિ આ પોસ્ટ પર સિલેક્ટ થયા હતા અને એમાં પણ સુરતમાંથી એક એટલે આપણા સુરત શહેર માટે ગર્વની બાબત કહેવાય. સ્વપ્નિલ ટૂંક સમયમાં પોતાની નોકરી પાર હાજર થઇ અને જેસલમેર ખાતે જોડાવાના છે ત્યારે તેમને ખુબ ખુબ વંદન અને અભિનંદન…….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…
1 comment
Comments are closed.