Abhayam News
AbhayamGujarat

ભાજપ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગ

Micro planning to win 26 seats in Gujarat by BJP

Lok Sabha Elections 2024 : લોકસભા ચુંટણી પહેલા હવે ગુજરાતની 26 સીટોને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સૂત્ર “અબકી બાર 400 કે પાર” ને સાર્થક કરવા હવે પાર્ટી સંગઠન મેદાને પડ્યું છે. જેના ભાગરૂપે હવે ભાજપ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગની કવાયત શરૂ કરવામાં આવી છે. જેને લઈ ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક સાથે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂક કરી છે.

Micro planning to win 26 seats in Gujarat by BJP

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો જાળવી રાખવા માટે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જ 26 લોકસભા બેઠકો માટે પ્રભારીઓની નિમણૂકમાં એકથી વધુ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે અહીં રસપ્રદ વાત તો એ છે કે, ભાજપે ફરી એકવાર જૂના જોગીઓને મોટી જવાબદારી સોંપી છે. આ નેતાઓમાં એવા પણ કેટલાક નેતાઓ છે કે, જેમની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ રદ કરવામાં આવી હતી.  

ભાજપ દ્વારા ગુજરાતની 26 એ 26 સીટો જીતવા માઇક્રો પ્લાનિંગ

ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ
બાબુભાઈ જેબલિયામહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ
કે.સી.પટેલગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ
નરહરી અમીનઆણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ
પ્રદિપસિંહ જાડેજાવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ
ડો.જ્યોતિબેન પંડ્યાસુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ
આર.સી.ફળદુજામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ
અમિત ઠાકર (ધારાસભ્ય)કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ

વિધાનસભામાં પણ ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન 
નોંધનિય છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભાજપે 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી.પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતી હોવાની સાથે સાથે ગુજરાતની લોકસભાની 22 સીટો પર પાર્ટી ઘણી મજબૂત છે. જોકે અહીં એક વાત એ પણ છે કે, આ વખતે અનેક કારણો સાથે પાટણ, જૂનાગઢ, અમરેલી અને ભરૂચની બેઠકો પર પાર્ટીને કોંગ્રેસ તરફથી પડકારનો સામનો કરવો પડે તેવી ધારણા છે. જોકે ભાજપ આ બેઠકો માટે અલગથી રણનીતિ પણ બનાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ઘોડેસવારીના શોખીન ‘બાપુ’ રવિન્દ્ર જાડેજાએ માણ્યો બળદગાડાની સવારીનો આનંદ

Vivek Radadiya

આજે અમિત શાહ વિધાનસભા ચૂંટણીના ભણકારા વચ્ચે ગુજરાતની મુલાકાતે, નવા-જુનીની એંધાણ?

Abhayam

મહેશભાઈ સવાણીની ઉપવાસ આંદોલનમાં તબિયત લથડી, 108મા લઈ જવાયા….

Abhayam