CHAITAR VASAVA ના સમર્થનમાં યોજાનાર સભાના પ્રચાર માટે AAP નું જનસંપર્ક અભિયાન Bharuch: આગામી 7મી જાન્યુઆરીના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) નેત્રંગ ખાતે સભા ગજવશે જેને લઈને આપ પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે આપ પાર્ટી દ્વારા મોટી સંખ્યામા આદિવાસી સમાજના લોકો જોડાય તેના માટે જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવ્યું છે.
સભામાં આદિવાસી લોકો જાડવા માટે અભિયાન
પ્રાપ્ત જાણકારી મુજબ 7મી જાન્યુઆરી રવિવારે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલઅને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં મોટી સભા કરી રહ્યા છે. હાલમાં ભરૂચ લોકસભા બેઠક વિસ્તારની સાથે બાજુની લોકસભાના દરેક તાલુકા અને દરેક ગામ સુધી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં મધ્યઝોન દ્વારા બે દિવસ સુધી કરજણ વિધાનસભાની આસપાસના વિસ્તારમાં જનસંપર્ક અને પદયાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આવનારી સભામાં લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સાતમી જાન્યુઆરીના રોજ આયોજીત સભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે.
લોકોને અપાયું આમંત્રણ
મધ્ય ગુજરાત ઝોનમાંથી આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રંટલ પ્રમુખ પ્રવીણ રામ, કાર્યકારી પ્રમુખ ડૉ.જ્વેલબેન વસરા, પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા, અમદાવાદ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ સહિત હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ પત્રિકા વિતરણ કર્યું હતું. સાથે સાથે ડેડીયાપાડા વિધાનસભાના નરવાડી, ચિકાલી, ઘનસેરા, ગોટપાડા ગામમાં ચૈતરભાઇ વસાવાના સમર્થનમાં આયોજિત સભાનો પ્રચાર કરવામાં આવ્યો હતો અને લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે