Abhayam News
AbhayamGujaratSurat

સુરતઃ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ

સુરતઃ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ

સુરતઃ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ એક તરફ સુરત હીરાબુર્સનાં ચેરમેન છે કિરણ જેમ્સનાં વલ્લભ લાખાણી અને બીજી તરફ એજ કિરણ જેમ્સનાં 70 રત્નકલાકારોને છૂટા કરાતા અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

એક બાજુ યુક્રેન-રશિયા અને ઇઝરાયલ-પેલેસ્ટાઈનને કારણે સુરતનો હિરા ઉદ્યોગ મુશ્કેલીમાં ત્યારે હવે સુરતમાં રત્નકલાકારોને છૂટા કરવાના સમાચાર સામે આવ્યા છે. સુરતની જાણીતી કિરણ ડાયમંડ કંપનીએ 70 કર્મચારીઓને છૂટા કરતા વિવાદ થયો છે. છેલ્લા ઘણા સમયથી સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. એવામાં હવે કિરણ ડાયમંડ કંપનીએ એકસાથે 70 રત્નકલાકારોને છૂટા કરી નાંખ્યા છે. રત્ન કલાકારોએ આરોપ લગાવ્યો કે, કિરણ જેમ્સના ગિરીશ પરસાડા અને વરુણ લખાણીએ કોઈપણ કારણ વગર આ નિર્ણય કર્યો છે.

સુરતઃ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ

એક તરફ સુરત હીરાબુર્સનાં ચેરમેન છે કિરણ જેમ્સનાં વલ્લભ લાખાણી અને બીજી તરફ એજ કિરણ જેમ્સનાં 70 રત્નકલાકારોને છૂટા કરાતા અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. મંદીનાં કારણે રત્નકલાકરો છૂટા કરાયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.

વૈશ્વિક મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો. યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના કારણે સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે. મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા સુરતના રત્નકલાકારોએ આર્થિક પેકેજની માંગ કરી હતી. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા આર્થિક સહાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. વૈશ્વિક મંદીને કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હતો.

યુક્રેન રશિયા યુદ્ધને કારણે રશિયાના રફ ડાયમંડ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરતમાં પોલિશ્ડ થતાં રફમાં 30 ટકાથી વધુ હિસ્સો રશિયન રફનો હોય છે. રશિયન રફનો પ્રતિબંધ અને મંદીના કારણે હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરાઇ હતી. માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.

G- 7 દેશોએ રશિયાના હીરા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે GJEPC દ્વારા રફની આયાત પર વોલેન્ટરી રોક હટાવી લીધી છે. હીરા ઉદ્યોગમાં બેરોજગારી ન વધે તે માટે આ નિર્ણય લેવાયો છે. આગામી 15મીથી હીરા વેપારીઓ રફ હીરા મંગાવી શકશે.

બેરોજગારી વધવાની શક્યતાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની મુખ્ય સંસ્થા GJEPC દ્ધારા નિર્ણય કર્યો છે. હીરાના આયાત પર લગાવેલ વોલેન્ટરી રોક હટાવી લેવામાં આવી છે. કટ એન્ડ પોલિશ્ડ હીરાનું ઓવર પ્રોડક્શન ન થાય તે માટે 15મી સપ્ટેમ્બરના રોજ આયાત સ્વૈચ્છિક બંધ કરાઈ હતી. મંદી દરમિયાન શહેરનું ડાયમંડ માર્કેટ સ્ટેબલ થાય તે માટે જીજેઈપીસી દ્ધારા રફની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. હવે હીરા વેપારીઓ આગામી 15મી ડિસેમ્બરથી રફની આયાત કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

Aadhaar Card ને તમે જાતે કરી શકો છો લોક

Vivek Radadiya

વિશ્વ હિન્દુ પરિષદે લોકોને આપી ચેતવણી

Vivek Radadiya

કેનેડાના લોકો માટે આજથી ભારત તરફથી વિઝા સેવાનો પુન:પ્રારંભ

Vivek Radadiya