ભારતમાં આવેલી છે એક એવી જગ્યા જ્યાં લોકોના નામ છે Google અને Coffee ભારતમાં વિવિધ ધર્મના લોકો પોતાની સંસ્કૃતિ સાથે સાથે રહે છે. સામાન્ય રીતે આપણા દેશમાં બાળકોના નામ રાહુલ, વિજય, જયેશ વગેરે જેવા તમે સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બાળકોના નામ ‘ગુગલ’ અને ‘કોફી’ પણ હોય. આજે અમે તમને ભારતમાં આવેલી એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં લોકોના નામ સામાન્ય કરતાં અલગ પ્રકારના છે.
ભારતને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે. આપણા દેશમાં એવી કહેવત છે કે, બાર ગાઉએ બોલી બદલાય એટલે કે અમુક અંતરે આપણી ભાષા પણ બદલાઈ જાય છે. આખી દુનિયામાં આપણો એકમાત્ર દેશ છે જ્યાં વિવિધ ધર્મના લોકો પોતાની સંસ્કૃતિ સાથે સાથે રહે છે.
સામાન્ય રીતે આપણા દેશમાં બાળકોના નામ રાહુલ, વિજય, જયેશ વગેરે જેવા તમે સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે બાળકોના નામ ‘ગૂગલ’ અને ‘કોફી’ પણ હોય. ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો ગૂગલ, કોફી જેવા અનોખા નામ રાખે છે.
ભારતમાં આવેલી છે એક એવી જગ્યા જ્યાં લોકોના નામ છે Google અને Coffee
આપણા દેશમાં અલગ-અલગ ધર્મના લોકો અલગ-અલગ જગ્યાએ રહે છે. આપણા દેશમાં એવા લોકોનું પણ એક જૂથ છે, જે પોતાને હિંદુ, મુસ્લિમ અથવા અન્ય કોઈ ધર્મ સાથે જોડતા નથી. એટલું જ નહીં આ જનજાતિના લોકો પોતાના બાળકોને ગૂગલ અને કોફી જેવા નામથી બોલાવે છે. આ જાતિનું નામ ‘હક્કી-પિક્કી’ છે.
કર્ણાટકમાં હક્કી-પીક્કી જાતિના લોકો જોવા મળે છે. આ જનજાતિના લોકો તેમના બાળકોના નામ અલગ અલગ રાખે છે. આ લોકો બાળકોના નામ ગૂગલ, કોફી, એલિઝાબેથ, મૈસૂર વગેરે રાખે છે.
જ્યારે કોઈ બહારનો વ્યક્તિ અહીં આવે છે, ત્યારે તે આ નામ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ અહીંના લોકો આ નામોથી ખૂબ જ ખુશ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે