Abhayam News
AbhayamGujaratSports

આ 5 ખેલાડીઓની કિંમતે બધાને ચોંકાવ્યા 

The prices of these 5 players shocked everyone

આ 5 ખેલાડીઓની કિંમતે બધાને ચોંકાવ્યા  IPL 2024ના ઓક્શનમાં 72 ખેલાડીઓ પર બોલી લાગી. 10 ફ્રેન્ચાઈઝીએ કુલ 230 કરોડ 45 લાખ રૂપિયા ખર્ચ કર્યા. 10 ફ્રેન્ચાઈઝીએ કુલ 230 કરોડ 45 લાખ રૂપિયા ખર્ચ કર્યા. 

મિચેલ સ્ટાર્ક પર આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી બોલી લાગી. પરંતુ અમુક ખેલાડીઓ પર એવી બોલી લાગી જેની કોઈને આશા ન હતી. અમે તમને 5 એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમના પરની બોલીએ દરેકને ચોંકાવી દીધા છે. 

The prices of these 5 players shocked everyone

વાનિંદુ હસરંગા-1.5 કરોડ 
વાનિંદુ હસરંગાની ગણતરી દુનિયાના સૌથી સારા લેગ સ્પિનરમાં થાય છે. તે બોલિંગની સાથે જ નિચલા ક્રમમાં શાનદાર બેટિંગ પણ કરી શકે છે. હસરંગાની બેસ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા રહી હતી. તેમના પર ફક્ત એક જ બોલી લાગી હતી. હૈદરાબાદે હસરંગાને પોતાની સાથે જોડી દીધો હતો. 

રોબિન મિંજ-3.6 કરોડ 
રોબિન મિંજ આઈપીએલનો ભાગ બનનાર પહેલા આદિવાસી ક્રિકેટર છે. તેમને ગુજરાત ટાઈટન્સે 3.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મિંજ ઝારખંડનો છે પરંતુ હજું સુધી કોઈ ટી20 મેચ નથી રમી. તેમની પાસે લિસ્ટ એ અને પ્રથમ શ્રેણીનો પણ અનુભવ નથી. તેના બાદ પણ ગુજરાતે તેમના પર ભારે બોલી લગાવી. ઓક્શનના પહેલા તો મોટાભાગના લોકોને મિંઝનું નામ પણ ખબર ન હતી. 

The prices of these 5 players shocked everyone

શિવમ માવી-6.4 કરોડ 
શિવમ માવીને ગયા સીઝન આઈપીએલમાં એક પણ મેચ રમવાનો મોકો નથી મળ્યો. તેમને ગુજરાત ટાઈન્ટસે રિલીઝ કરી નાખ્યા હતા. 2022 સીઝનમાં તેમની ઈકોનોમી 10થી વધારેની હતી. આઈપીએલ કરિયરમાં તે દર ઓવરે લગભગ 9 રન ખર્ચ કરે છે. તેના બાદ પણ લખનૌઉએ 6.4 કરોડમાં માવીને ખરીદ્યો.

રચિન રવિંદ્ર- 1.80 કરોડ 
વર્લ્ડ કપ 2023માં ત્રણ સેન્ચુરી મારનાર રચિન રવિંદ્ર પર મોટી બોલી લાગવાની આશા હતી. પરંતુ તેમને ચેન્નાઈ સુપર કિંગ્સે ફક્ત 1.8 કરોડ રૂપિયામાં ખરીદ્યા. રચિને વર્લ્ડ કપમાં ત્રણ સેન્ચુરી મારી હતી. તે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની સાથે જ 4 ઓવર બોલિંગ પણ કરી શકે છે. 

The prices of these 5 players shocked everyone

કુમાર કુશાગ્ર- 7.2 કરોડ
ઝારખંડના જ વિકેટકીપર બેટ્સમેન કુમાર કુશાગ્રને દિલ્હી કેપિટલ્સે 7.2 કરોડમાં ખરીદ્યો હતો. લેફ્ટ હેન્ડના બેટ્સમેન કુમાર વિકેટકિપર પણ છે. તેમણે 2022 અંડર-19 વર્લ્ડ કપના ફાઈનલમાં છગ્ગા મારીને મેચ ફિનિશ કરી નાખી હતી. પરંતુ 11 ટી20 મેચમાં તેમનો સ્ટ્રાઈક રેટ ફક્ત 117નો છે અને 140 જ રન બનાવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

કોંગ્રેસ ‘DONATE FOR DESH’ નામથી અભિયાન ચલાવશે

Vivek Radadiya

આ રથયાત્રા પર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળશે 1 લાખથી વધુ માતાપિતા..

Abhayam

ત્રણ નવા ક્રિમિનલ લો બિલ લોકસભામાં પાસ  

Vivek Radadiya

1 comment

Comments are closed.