મિચેલ સ્ટાર્કે પેટ કમિન્સનો તોડ્યો રેકોર્ડ મિચેલ સ્ટાર્કે પેટ કમિન્સનો તોડ્યો રેકોર્ડ છે. ઓક્શનમાં પૈસાનો વરસાદ થયો છે. તેને 24.75 કરોડમાં કોલકત્તાએ ખરીદ્યો છે.
આ સિવાય સ્ટાર્કે તાજેતરમાં જ ભારતમાં રમાયેલી ODI વર્લ્ડ કપ 2023માં 16 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, ટીમો હરાજીમાં તેના પર મોટી રકમ ખર્ચવા માટે તૈયાર કેમ ન હોય
સ્ટાર્ક પાસે ભારતમાં રમવાનો સારો અનુભવ છે. તેણે ભારતમાં ઘણા મેદાનો પર ક્રિકેટ રમી છે. આ રીતે, તે IPLમાં જે પણ ટીમનો ભાગ બનશે તેના માટે તે મુખ્ય બોલરની ભૂમિકા ભજવી શકશે. તેની બંને આઈપીએલ સીઝનની વાત કરીએ તો, તેની ડેબ્યુ સીઝન એટલે કે 2014માં તેણે 28.71ની એવરેજથી 14 વિકેટ ઝડપી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 7.49ની ઇકોનોમીથી રન બનાવ્યા હતા.
મિચેલ સ્ટાર્કે પેટ કમિન્સનો તોડ્યો રેકોર્ડ
IPL 2024 માટેના ઓક્શનમાં ઘણા અનુભવી ખેલાડીઓ પર મોટો ભાવ બોલાય છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક પણ સામેલ છે. સ્ટાર્ક અત્યાર સુધીમાં IPLની બે સીઝન રમી ચૂક્યો છે. સ્ટાર્ક બંને સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ રહ્યો છે. બંને સિઝનમાં સ્ટાર્કે ધૂમ મચાવી હતી.
ત્યારબાદ આગામી સિઝનમાં એટલે કે 2015માં ઓસ્ટ્રેલિયન પેસરે 14.55ની શાનદાર એવરેજથી 20 વિકેટ પોતાના ખાતામાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે માત્ર 6.76ની ઈકોનોમી પર રન આપ્યા હતા. આઈપીએલની બંને સિઝનમાં સ્ટાર્ક વિકેટ લેવાની સાથે ખૂબ આર્થિક સાબિત થયો હતો.
સ્ટાર્ક એવા અનુભવી બોલરોમાંથી એક છે જે પોતાના દેશ માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમે છે. અત્યાર સુધી તે 82 ટેસ્ટ, 121 ODI અને 58 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેણે 27.60ની એવરેજથી 333 વિકેટ પોતાના નામે કરી છે. આ સિવાય તેણે વનડેમાં 22.96ની એવરેજથી 236 વિકેટ લીધી છે. આ સિવાય સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલમાં 22.91ની એવરેજથી 73 વિકેટ ઝડપી છે. T20Iમાં તેની ઈકોનોમી 7.63 રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે