લગ્નમાં 7 ફેરા સાથે સાત વચન કેમ લેવામાં આવે છે હિન્દુ લગ્નોમાં સાત ફેરા સાથે 7 વચન વિધિ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ સાત ફેરા સાથે 7 વચન શા માટે લેવામાં આવે છે અને તેનો અર્થ શું છે? તેના વિશે માહિતી મેળવવા માટે આ આખો લેખ વાંચો…
હિન્દુ લગ્નોમાં દરેક વિધિનું વિશેષ મહત્વ હોય છે. આમાંની એક ધાર્મિક વિધિ સાત ફેરા અને 7 વચન લેવાની છે જે લગ્ન દરમિયાન બે આત્માઓને જોડવામાં મદદ કરે છે. લગ્નના રીત-રિવાજો અને વિધિઓની વાત કરીએ તો, તે માત્ર બે લોકોને જ જોડે છે તેવુ નહીં પરંતુ તેમને તેમના વચનો સાથે જીવનની દરેક જવાબદારી નિભાવવાનું પણ શીખવે છે. હિન્દુ ધર્મમાં સાત ફેરા અને 7 વચન વિના લગ્ન અધૂરા ગણાય છે. તેથી, લગ્ન દરમિયાન, સાત ફેરા સાથે સાત વ્રત લેવામાં આવે છે.
લગ્નમાં 7 ફેરા સાથે સાત વચન કેમ લેવામાં આવે છે
પંડિત રાજેન્દ્ર તિવારીએ TV9 ડિજિટલને જણાવ્યું કે હિંદુ ધર્મમાં લગ્ન દરમિયાન સાત ફેરા લેવાની પરંપરાને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. અગ્નિની સાક્ષીએ પતિ-પત્ની સાત ફેરા લે છે અને દરેક ફેરા સાથે તે સાત વચનો લે છે. અને સાત જન્મ સુધી એક બીજાને સાથ આપવાના કોલ લે છે. તે પતિ-પત્ની વચ્ચેના સંબંધને તન,મન અને ધનથી નિભાવવાનું વચન લે છે.
સનાતન ધર્મમાં સાત ફેરા અને સાત વચનનું મહત્વ બે વ્યક્તિના આત્મા અને શરીરને એકસાથે જોડવાનું છે. એવું માનવામાં આવે છે કે આ સાત ફેરા અને સાત વચનના કારણે વર અને કન્યા સાત જન્મો સુધી સાથે રહે છે અને જન્મોજન્મના બંધનમાં બંધાઇ જાય છે.
જાણો શું છે 7 નંબરનું મહત્વ?
હિંદુ શાસ્ત્રો અનુસાર, પૃથ્વી પર જોવા મળતી તમામ મહત્વપૂર્ણ વસ્તુઓની સંખ્યા 7 માનવામાં આવે છે. જેમ કે- મેઘધનુષના સાત રંગ, સાત તારા, સાત વચન, સાત દિવસ, સાત ચક્ર,આ કારણથી પૌરાણિક માન્યતાઓમાં 7 નંબરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી લગ્ન દરમિયાન પણ સાત ફેરા લેવાની માન્યતા છે અને આ ફેરા પછી પતિ-પત્ની જીવનભર માટે એક થઈ જાય છે.
સાત ફેરાનું શું દર્શાવે છે ?
લગ્નના સાત ફેરામાંથી, પહેલો ફેરો ભોજનની વ્યવસ્થા માટે, બીજો ફેરો શક્તિ, આહાર અને સંયમ માટે, ત્રીજો ધન વ્યવસ્થાપન માટે, ચોથો આધ્યાત્મિક સુખ માટે, પાંચમો પશુધન માટે, છઠ્ઠો દરેકમાં યોગ્ય જીવન જીવવા માટેનો છે. છેલ્લો સાતમો ફેરો પત્ની પતિની દરેક સ્થિતીમાં સાથ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે