‘વેક્સિનના લીધે હાર્ટએટેકની માન્યતા ખોટી, આ કારણો જવાબદાર’, રાજ્યમાં હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યાએ ચિંતા વધારી છે. હાર્ટ એટેકના બનાવો પહેલા પણ બનતા હતા, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં તો હાર્ટ એટેકના બનાવમાં ખૂબ જ વધારો થયો હોય તેમ કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળતા હતા, પરંતુ હવે નાના બાળકો અને યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યાં છે. ચિંતાનો વિષય એ છે કે આ હાર્ટ એટેકના બનાવોમાં ઓન ધ સ્પોટ મોત થાય છે જેથી સારવાર માટેનો સમય મળતો નથી. જે સમગ્ર વધતી ઘટનાઓને લઈ રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે.
‘વેક્સિનના લીધે હાર્ટએટેકની માન્યતા ખોટી, આ કારણો જવાબદાર’,
‘હાર્ટએટેકનો ટ્રેન્ડ વર્ષ 2000થી ચાલી રહ્યો છે’
યુવા અવસ્થામાં હાર્ટએટેકના વધતા કેસને લઈને રાજકોટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા જાહેર પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે પરિસંવાદ કાર્યક્રમમાં પદ્મ શ્રી ડૉ. તેજસ પટેલ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, હાર્ટએટેક માટે ઘણા બધા કારણો જવાબદાર છે. યુવાનોમાં હાર્ટએટેકનો ટ્રેન્ડ વર્ષ 2000થી ચાલી રહ્યો છે. તેમણે સષ્ટતા કરતા કહ્યું કે, વેક્સિનના લીધે હાર્ટએટેકની માન્યતા ખોટી છે.
હાર્ટ અટેક પાછળના કારણો
- તણાવપૂર્ણ લાઇફ સ્ટાઇલ
- તંબાકૂનું સેવન
- રેગ્યુલર ચેકઅપ ન કરાવવું
- અનિયમિત ઉંઘ
- કસરતનો અભાવ
- બિમારીઓનું રેગ્યુલર ચેક અપ ન કરાવવુ
હાર્ટ અટેકથી બચવાના ઉપાયો
- જંગ ફૂડથી દૂર રહેવુ
- કોલેસ્ટ્રોલવાળા ફૂડથી દૂર રહેવુ
- નિયમિત અને સંતુલિત આહાર લેવો
- મલ્ટિગ્રેન ડાયટ ફોલો કરવુ
- બિમારીઓનું રેગ્યુલર ચેકઅપ કરાવવુ
- ધ્રુમપાન છોડવુ
- નિયમિત કસરત કરવી
- બ્લડ પ્રેસર અને સુગર લેવલ તપાસવુ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે