જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો પ્લાન અમિત શાહે કહ્યું હતુ કે, કાશ્મીરમાંથી 370 રદ થયા બાદ લોહીની નદીઓ વહેશે તેમ કહેવા વાળાને મારે કહેવું છે કે, અત્યાર સુધીમાં લોહીની નદીઓ તો વહી નથી પરંતુ પથ્થર મારો કરવાની ઘટના પણ બંધ થઈ ગઈ છે. આ કલમ 370 રદ કરવાને કારણે થયું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સસંદમાં જમ્મુ કાશ્મીરમાથી 370ની કલમ રદ કર્યા બાદ આવેલા પરિવર્તન જાણ કરાઈ હતી. 2026 સુધીમાં જમ્મુ કાશ્મીરમાંથી સંપૂર્ણપણે આતંકવાદ સમાપ્ત થશે. અમિત શાહે કહ્યું હતુ કે, કાશ્મીરમાંથી 370 રદ થયા બાદ લોહીની નદીઓ વહેશે તેમ કહેવા વાળાને મારે કહેવું છે કે, અત્યાર સુધીમાં લોહીની નદીઓ તો વહી નથી પરંતુ પથ્થર મારો કરવાની ઘટના પણ બંધ થઈ ગઈ છે. આ કલમ 370 રદ કરવાને કારણે થયું છે.
જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો પ્લાન
અમિત શાહે કલમ 370 રદ કરવાથી આવેલ ફેરફાર અંગે કહ્યું કે, શ્રીનગરના લાલચોકમાં હવે તમામ ધર્મના તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવાય છે. કાશ્મીરમાં લોકોની માથાદીઠ આવક વધી છે. 94 કોલેજ હતી તે વધીને 146 થઈ છે. 2 એઈમ્સ છે. જે સમગ્ર દેશમાં એક માત્ર રાજ્ય છે. મેડીકલ સીટ 500થી વધીને 800 થઈ છે…
મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ અને કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવાને પગલે જમ્મુ કાશ્મીરનો વિકાસ થયો છે. તેની રૂપરેખા આપતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના સત્તાકાળમાં 24000 લોકોને ઘર આપવામાં આવ્યું હતું, મોદી સરકારના કાર્યકાળમાં 1,45,000 લોકોને ઘર અપાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે