Abhayam News
AbhayamGujarat

ખેડા સિરપકાંડમાં થયા મોટા ખુલાસા

Big revelations in Kheda Sirpakand

ખેડા સિરપકાંડમાં થયા મોટા ખુલાસા Kheda Syrup Tragedy : ખેડામાં બિલોદરા નસાકારક સીરપ કાંડમાં વધુ એક મોતનું થતાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ તરફ પોલીસ તપાસમાં પણ હવે ચોંકાવનારા ખુલાસા સાથે મુંબઈ કનેક્શન ખૂલ્યું છે. બિલોદરા નશાકારક સીરપમાં સારવાર લઈ રહેલ વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આ તરફ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હોવાનું અને જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. 

Big revelations in Kheda Sirpakand

ખેડા સિરપકાંડમાં થયા મોટા ખુલાસા

ખેડાના બિલોદરામાં નશાકારક સીરપ કાંડમાં વધુ એકનું મોત થયું છે. વિગતો મુજબ બિલોદરામાં સાંકળ સોઢા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતક સાંકળ સોઢા બિલોદરા સીરપ કાંડના મુખ્ય સિરપ વેંચનાર આરોપીના પિતા હોવાનું સામે આવ્યું છે. કિશોર સોઢા અને ઈશ્વર સોઢાના પિતા સાંકળભાઈ સોઢાનું અમદાવાદ સિવિલમાં મોત થયું છે. વિગતો મુજબ દેવ દિવાળીના પર્વ પર સાંકળભાઈએ સીરપની બોટલ પીધી હતી. જે બાદમાં અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. 

Big revelations in Kheda Sirpakand

ખેડા સિરપકાંડની પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે. વિગતો મુજબ આ કેસના મુખ્ય આરોપી યોગેશ સિંધીએ નડિયાદમાં પોતાની સિરપ ફેક્ટરીમાં બનાવી હતી. યોગેશને સિરપની ફોર્મ્યૂલા જેલમાં આરોપી પાસેથી મળી હતી. આ સાથે જેલમાં મળેલા અને અન્ય વ્યક્તિ સાથે મળીને કારોબાર ચલાવતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સિરપ બનાવવામાં ઈથેનોલ જેવું કેમિકલ વપરાતું હતું જે કેમિકલ તેઓ મુંબઈના તૌફિક નામના રિટેલર પાસેથી લાવતા હતા. આ સાથે કેમિકલમાં અન્ય પદાર્થ ઉમેરી ફેક્ટરીમાં જ બોટલો પેક કરાતી હતી. 

Big revelations in Kheda Sirpakand

આ તરફ પોલીસને તપાસ દરમિયાન બોટલો અને પ્રવાહી મળ્યું હતું. આ ઇસમો કેમિકલ લાવી મોકમપુરા સ્થિત ફેક્ટરીમાં સિરપ બનાવી હતી. જેને લઈ ખેડા, આણંદ, વડોદરામાં સીરપ પહોંચાડવાનું નેટવર્ક બનાવ્યું હતુ. પોલીસે કેમિકલ આપનાર મુંબઈના તૌફિકની પણ ધરપકડ કરી છે. આ સાથે વિગતો મુજબ હાલમાં પોલીસ અન્ય એક આરોપીની પણ શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

Vivek Radadiya

હાર્દિક પટેલને કોર્ટે આ મુદ્દે આપી કાયદાકીય પરવાનગી મળી મોટી રાહત..

Abhayam

ટીમ ઈન્ડિયામાં પણ કેપ્ટનશિપની શોધ શરૂ 

Vivek Radadiya