ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં તાજેતરમાં પડેલ કમોસમી વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. આ તરફ હવે ફરી એકવાર જગતના તાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ સાથે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય.ગુજરાતમાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે.
આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાંપટા નહી હોય. આ વખતે વરસાદની તીવ્રતા ઓછી હશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે