અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો Vegetable Prices Hike : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવએ મોટા ભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ છે. રસોડામાં સ્વાદ વધારાતી શાકભાજીઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. વિગતો મુજબ 60 રૂપિયે મળતા લીંબુના ભાવ રૂ.90 પહોંચ્યાં તો 70 રૂપિયે કિલો મળતુ આદુના ભાવ 120 પહોંચ્યાં છે . ટામેટાનો ભાવ 45 થી વધી રૂ.80 પહોંચ્યાં તો 25 રૂપિયા કિલો મળતી મેથીના ભાવ રૂ.50 પહોંચ્યાં છે.
મોટા ભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યાં
અમદાવાદમાં ફણસીના 45થી વધી રૂપિયા 80 પહોંચ્યાં તો 50 રૂપિયે કિલો મળતી ચોળીના ભાવ રૂ.90 થયા છે. આ સાથે ભીંડાના ભાવ 40 થી વધીને 65 થયા તો ગવારના ભાવ રૂ.65 થી વધીને રૂ.90 પહોંચ્યાંછે. 70 રૂપિયે કિલો મળતા ટીંડોળાના ભાવ રૂ.120 પહોંચ્યાં તો તુવેરના ભાવ 50 થી વધીને રૂ.90 થયા છે. આ સાથે વલોર પાપડીના 60 થી વધીને રૂ.100 થયા તો 30 રૂપિયે મળતા મરચાના ભાવ 60 રૂપિયા પહોંચ્યાં છે. બટાકાના કિલોના ભાવ 25 થી વધીને રૂ.40 થયા છે.
વરસાદના કારણે ભાવ વધ્યા-ગૃહિણી
આ તરફ ગૃહિણીએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે ભાવ વધ્યા છે. શાકભાજીની આવક ઘટતાં ભાવમાં વધારો થયો છે. જેથી હવે અમારે તો શું ખાવું એજ નથી સમજાતું. આ સાથે તેમણે કહ્યું કે, મોંઘું પડે છે પણ લેવું તો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે