Abhayam News
AbhayamGujarat

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી જાહેરાત

State Government Spokesperson Rishikesh Patel made the announcement

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કરી જાહેરાત ગત રવિવારે ગુજરાતમાં માવઠા-કમસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ આજે બપોર સુધી પણ વાદળો ગોરંભાયેલા જ રહ્યા હતા. સવારે ધૂમમ્સ વચ્ચે વિઝિબિલિટી ઘટી હતી અને ત્યારબાદ બપોર બાદ વાતાવરણ ચોખ્યું થયું હતું. જેના પરિણામે હવે

ગુજરાત માથેથી માવઠાની મોટી ઘાત ટળી હોય તેમ હવે કમોસમી વરસાદનો ખતરો ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું. રાજ્યમાં ખરીફ વાવેતરમાં કેટલાક અંશે નુકશાન થયું છે.

ત્યારેકમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે વિજળી પડવાના કારણે 29 માનવ મૃત્યુ થયાનું ઋષિકેશ પટેલે સ્વીકાર્યું હતું. એટલું જ નહીં મુખ્યમંત્રી સાથે કમોસમી વરસાદ અને માનવ મૃત્યુ સંદર્ભે સંપર્કમાં હોવાનું પણ કહ્યું હતું.

હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. અને આ માવઠાને કારણે 1 મિલિમીટરથી લઈ 144 મિલિમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે. અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે.

કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે

તેમ હવામાન વિભાગ દ્વારા પણ જણાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલ વિગત અનુસાર રાજ્યના અમુક વિસ્તારોને બાદ કરતા હવે કમોસમી વરસાદનો ખતરો જોવા મળતો નથી. જોકે ગઈકાલે ત્રાટેકલ વાવાઝોડાને લઈને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે સહાય અંગે રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડનું નિવદેન સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રૂપાણી સરકારે સચિવાલયમાં કર્મચારીઓ માટે એવો નિર્ણય લીધો કે….

Abhayam

‘ગૂગલ પે’ ટ્રાન્ઝેક્શન કરો ડિલીટ

Vivek Radadiya

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ હવે હવાઈ યાત્રા મોંઘી થશે

Vivek Radadiya