Abhayam News
AbhayamGujarat

ગેસ બર્નર થઇ ગયુ છે બ્લોક ?

Has the gas burner been blocked?

ગેસ બર્નર થઇ ગયુ છે બ્લોક ? આજકાલ દરેક ઘરોમાં ગેસ પર જ ભોજન રાંધવામાં આવે છે. તેમાં પણ શિયાળામાં રિંગણનો ઓળો ખાવાનો લોકો શોખીન હોય છે. જો કે રિંગણનો ઓળો એટલે કે ભરથુ બનાવવા માટે ગેસ પર રિંગણ શેક્યા પછી ગેસ બર્નર બ્લોક થઇ જતુ હોય છે. જે પછી તેને સાફ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની જતુ હોય છે. ત્યારે તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને ગેસના બર્નરને સરળતાથી સાફ કરી શકો છો.

Has the gas burner been blocked?

ઘણી વખત ટામેટા અથવા રીંગણ જેવા શાકભાજીને ગેસ પર સીધા શેકવાથી ગેસ બર્નરનું કાણું બ્લોક થઇ જાય છે. ત્યારે બર્નરને સાફ કરવામાં ન આવે તો સળગતા ગેસમાં લીકેજ થવાનું જોખમ રહેલું છે. ત્યારે અમે તમને ગેસ બર્નરને સાફ કરવાની કેટલીક સરળ રીત જણાવીશું. જેની મદદથી તમે સરળતાથી ગેસ બર્નરને ચમકદાર બનાવી શકો છો.

Has the gas burner been blocked?

લીંબુની મદદથી તમે ગેસ બર્નરમાં ભરાયેલા છિદ્રને સરળતાથી ખોલી શકો છો. ગેસ બર્નર સામાન્ય રીતે તાંબાનું બનેલું હોય છે. કોપરને પોલિશ કરવા માટે લીંબુનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબીત થાય છે. આવી સ્થિતિમાં ગેસ બર્નરને સાફ કરવા માટે લીંબુમાં થોડું મીઠું નાખીને બર્નર પર ઘસો.

લીંબુ અને મીઠુ લગાવ્યાના 5-10 મિનિટ પછી બર્નરને સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી તમારું ગેસ બર્નર સંપૂર્ણ રીતે ચમકશે અને તેના બ્લોકેજ પણ તરત જ ખુલી જશે.

Has the gas burner been blocked?

તમે ગેસ સાફ કરવા માટે ઇનો કે પછી સોડાનો ઉપયોગ કરી શકો છે. એક બાઉલમાં ગરમ પાણી લેવુ. તેમાં 1 પેકેટ ઇનો, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી લિક્વિડ ડિટર્જન્ટ નાખીને સારી રીતે મિક્સ કરો. આ સોલ્યુશનને ગેસ બર્નર પર લગાવી થોડી વાર રહેવા દો

Has the gas burner been blocked?

10 મિનિટ પછી ગેસ બર્નરને દાંત સાફ કરવાના બ્રશથી ઘસો, જેથી તે સરળતાથી સાફ થઈ જશે. આ ઉપરાંત બર્નરમાં જમા થયેલી ગંદકી પણ દૂર થશે અને બર્નરના તમામ કાણાં પળવારમાં ખુલી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

અત્યારે જો હું ભારત દેશનો પ્રધાનમંત્રી હોઉ તો…

Abhayam

PM મોદીએ છત્તીસગઢમાં કર્યું મોટું એલાન

Vivek Radadiya

ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું

Vivek Radadiya