રવીપાકમાં મોટું નુકસાન થતા સહાયની કરી રજૂઆત રાજ્યમાં તારાજી સર્જનાર વરસાદે વિવિધ ખેતીમાં પાકમાં નુકસાન સર્જ્યું છે. ખેતી પાકમાં ભારે નુકસાન થતાં ખેડૂતો ચિંતમાં મુકાયા છે, ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી સહાય માટે રજૂઆત કરી છે.
રાધનપુર, સાંતલપુરમાં ખેડૂતોને જીરુંના પાકમાં નુકસાન
અત્રે જણાવીએ કે, ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાધનપુર, સાંતલપુર, સમી તાલુકામાં સહાય માટે રજૂઆત કરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને રવીપાકમાં મોટુ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં જીરાનું પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે ત્યારે કમોસમી વરસાદે ઉભા પાકમાં ભારે નુકસાન પહોંચાડ્યો છે. જેના પગલે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે સહાયની માંગ કરી છે.
વરસાદે વેરી તારાજી
માવઠાના કમોસમી વરસાદે ઉત્તર ગુજરાતમાં તારાજી વેરી છે. બનાસકાંઠા, પાટણના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે.
કપાસના પાકમાં ભારે નુકસાન
કમોસમી વરસાદથી શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે. વરસાદના પગલે કપાસના પાકને માવઠાથી સૌથી વધુ નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદથી ખેતરોમાં કપાસનો પાક પલળી ગયો છે.
શાકભાજીના પાકનો સોથ વાળ્યો
સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શેરડીનો પાક તૈયાર થઈ ગયો પરંતુ વરસાદના કારણે કટિંગ અટક્યું છે. શેરડીના પાકનું કટિંગ મોડું થતા સુગર ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને અસર થઈ છે. શેરડીનો જથ્થો ફેક્ટરીમાં ન પહોંચી શકતા પીલાણ બંધ થવાની શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે