શું ભારતીય છે chat GPT ના CEO? ChatGPTના CEO સેમ ઓલ્ટમેનને હટાવ્યા બાદ મીરા મૂર્તિને કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. તે વચગાળાના સીઈઓ તરીકે કંપની સંભાળશે. મીરાએ 2018માં ટેસ્લા કંપની છોડ્યા પછી OpenAI ChatGPTTની મૂળ કંપનીમાં જોડાઈ.
શું ભારતીય છે chat GPT ના CEO?
સેમ ઓલ્ટમેનને બરતરફ
ઓપન એઆઈએ શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ તેના સહ-સ્થાપક સેમ ઓલ્ટમેનને બરતરફ કરી દીધા છે. કંપનીના બોર્ડે શોધી કાઢ્યું હતું કે સેમ બોર્ડ સાથે વાતચીત કરવામાં સતત બેદરકારી દાખવતો હતો. કંપનીએ તેની વેબસાઈટ પર લખ્યું કે, અમે ચીફ ટેક્નોલોજી ઓફિસર મીરા મૂર્તિને વચગાળાના CEO તરીકે નિયુક્ત કરી રહ્યા છીએ. અમે આ પદ સંભાળવા માટે કાયમી CEOની પણ શોધ કરી રહ્યા છીએ. મીરાની નિમણૂકના આધારે પ્રશ્નોના જવાબમાં ઓપન એઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, મીરાનો લાંબો કાર્યકાળ અને AI ગવર્નન્સ અને પોલિસીમાં તેમનો અનુભવ તેમજ કંપનીના તમામ પાસાઓ સાથેના તેમના જોડાણને જોતાં બોર્ડ માને છે કે તે લાયક છે.
કોણ છે મીરા મૂર્તિ ?
મીરાનો જન્મ 1988માં અલ્બેનિયામાં થયો હતો. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના માતા-પિતા ભારતીય મૂળના છે. તેણે કેનેડામાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે મિકેનિકલ એન્જિનિયર છે. ટેસ્લામાં કામ કરતી વખતે તેણે મોડલ એક્સ ટેસ્લા કાર તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2018 માં તેણે ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપન એઆઈમાં કામ કરવાનું શરૂ કર્યું. મીરાને ગયા વર્ષે OpenAIની CTO બનાવવામાં આવી હતી.
મીરાએ શું કહ્યું હતું ?
ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં મીરાએ કહ્યું હતું કે, AIનો દુરુપયોગ થઈ શકે છે. તેમણે કહ્યું કે, હું માનું છું કે AI નો દુરુપયોગ થઈ શકે છે અને દેખીતી રીતે જ ખરાબ ઈરાદા ધરાવતા લોકો જ આવું કરશે. અમે એક નાનું જૂથ છીએ. AIને નિયમનકારી દાયરામાં લાવવા માટે સરકારની સાથે બધાએ સાથે આવવું પડશે.
2015માં વિકસાવવામાં આવી
ChatGPT એક ચેટબોટ છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કામ કરે છે. જે બહુવિધ ભાષાઓમાં પ્રશ્નોના જવાબ આપી શકે છે. આ બોટ 100 ભાષાઓમાં કામ કરી શકે છે. તેની પેરેન્ટ કંપની ઓપનએઆઈ એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન દ્વારા વર્ષ 2015માં વિકસાવવામાં આવી હતી. કંપનીએ માહિતી આપી છે કે ChatGPT પાસે 2021 સુધીનો ડેટા જ ઉપલબ્ધ છે અને તે તેના આધારે જ માહિતી આપી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……