સુરતના ચીકુવાડીથી મોટા વરાછાના નવા બ્રિજ પર ST બસ વળી જ ન શકી સુરતમાં 168 કરોડથી વધુના ખર્ચે બનેલા ધનુષ્ય આકારના બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગોકળગાયની ગતિએ નિર્માણ થયેલા આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે, આ બ્રિજ લોકાર્પિત થયાના કલાકોમાં જ વિવાદમાં આવ્યો હતો. આ બ્રિજ પરથી નીચે ઉતરી રહેલી એસટી બસ વળાંક ન વળી શકી. જેથી બ્રિજમાં બસને રિવર્સ લઈ જવાની ફરજ પડી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
સુરતના ચીકુવાડીથી મોટા વરાછાના નવા બ્રિજ પર ST બસ વળી જ ન શકી
સુરતમાં આજે નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ થયું હતું. આ બ્રીજમાં ખામી દેખાઈ હતી. મોટા વાહનો માટે વળાંક લેવો મુશ્કેલ બન્યો છે. નવનિર્મિત બ્રિજ પરથી એક નહિ પરંતુ બેથી વધુ એસ. ટી બસ પસાર થતા રિવર્સ લેવાની નોબત આવી હતી. ચિકુવાડીથી મોટા વરાછાને જોડતા આ બ્રિજનું આજે કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોષના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ વાજતે ગાજતે ઓપનિંગ કર્યું હતુ.
આ બ્રિજ વાહન ચાલકો માટે અકસ્માતનો બ્રિજ સાબિત થઈ શકે છે. તેવો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં બ્રિજની ડિઝાઈનથી લઈને સરકારી તંત્ર વચ્ચેના કોમ્યુનિકેશન ગેપ પણ ઉજાગર થયો હતો. આ બ્રિજ પર સરકારી બસ લઈ જવાની હતી કે કેમ અને હતી તો તંત્ર આવી બસ પણ ન વળી શકે તેવો સાંકડો બ્રિજ કેમ બનાવ્યો તે અંગેના સવાલો લોકોએ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતાં. જેથી વિવાદથી શરૂ થયેલો બ્રિજ બન્યા બાદ પણ વિવાદની સાથે મજાકનું પાત્ર બન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે