Abhayam News
Abhayam

સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટ નારાજ

સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટ નારાજ વર્ષ 2014માં લેવાયેલ ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે ચાલી રહેલા હાઈકોર્ટમાં કેસ મામલે કોર્ટે કહ્યું કે, કેટલાક અસામાજીક તત્વોને કારણે હજારો યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે

  • સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટ નારાજ
  • સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહી : હાઇકોર્ટ
  • લાખો યુવાનો દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે : હાઇકોર્ટ
High Court upset over malpractice in government exams

સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટ નારાજ

રાજ્યમાં વિવિધ સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અને ચુકને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ગેરરીતિના આરોપીઓને જામીન આપવા બાબતે અને અન્ય કેટલીક ટકોર પણ કરી છે. સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહી અને લાખો યુવાનો દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે

કોર્ટે જામીન આપવાથી ઇન્કાર કર્યો 
હાઈકોર્ટે જણાવ્યું કે, કેટલાક અસામાજીક તત્વોને કારણે હજારો યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. 2014માં લેવાયેલ ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે ચાલી રહેલા કેસ મામલે હાઇકોર્ટની આકરી ટકોર સામે આવી છે. કેસમાં સંડોવાયેલા અને 8 વર્ષથી ફરાર આરોપીના આગોતરા જામીન સમયે કોર્ટે ટકોર કરી છે. અત્રે જણાવીએ કે, સંબધિત કેસમાં કોર્ટે જામીન આપવાથી ઇન્કાર કર્યો છે.  

ભવિષ્યનો ઉદય થતા પહેલા જ અસ્ત થઈ જાય છે

અત્રે જણાવીએ કે, જયારે કોઈ વિદ્યાર્થી કે વ્યકિત સ્પર્ધાત્મક પરીક્ષા આપે ત્યારે તે કંઈ કેટલાય સપના જોઈ લેતો હોય છે. સારી સારી સરકારી નોકરીઓની કલ્પના કરી લેતો હોય છે પરંતુ એજ સપના ત્યારે ચકનાચૂર થાય જયારે ષડયંત્રકારોની ચાલાકીના લીધે પેપર ફૂટી જાય અને પરીક્ષા રદ થઈ જાય છે. પછી તો સ્વભાવિક છે કે ફરી પરીક્ષા લેવાય એમા પછી કોઈ કારણોસર ભરતીપ્રક્રિયા અટકે અને એવી અનેક સરકારી વાતોની વચ્ચે કોઈ ઉજજવળ ભવિષ્યનો ઉદય થતા પહેલા જ અસ્ત થઈ જાય છે

High Court upset over malpractice in government exams

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

Jioએ લૉન્ચ કર્યો ન્યૂ યર પ્લાન

Vivek Radadiya

ચીખલી મામલતદાર કચેરીના મહિલા કલાર્ક એસીબીના હાથ લાંચ લેતા ઝડપાયા..

Abhayam

WhatsAppમાં આવ્યું નવું ફીચર, એક જ ફોનમાં હવે ચાલશે 2 એકાઉન્ટ ! સેટઅપ પદ્ધતિ જાણો

Vivek Radadiya