Abhayam News
Abhayam

દિવાળી પહેલા ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

supreme court

દિવાળી પહેલા ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ફટાકડા અંગે બહાર પાડેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની પણ છે

  • ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટ આપ્યો આદેશ
  • ‘માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે’
  • ‘પર્યાવરણને લઈ લોકોએ ગંભીર બનવાની જરૂર છે’

દિવાળી પહેલા ફટાકડાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

સનાતન ધર્મનો સૌથી મોટો ગણાતો તહેવાર નજીક આવી રહ્યો છે. જે દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવાની ખાસ માન્યતા પણ છે, પરંતુ વર્તમાનામાં સૌથી જીવલણ સાબિત થતી પરિસ્થિતિ ગ્લોબલ વોર્નિગ છે. જે વધતા પ્રદૂષણને કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા ફોડવા મામલે એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ફટાકડા અંગે બહાર પાડેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની પણ છે.

પ્રદૂષણ અંગે નિર્ણય
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિવાળી પર ફટાકડા ફોડવાના નિયમો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હશે. કોર્ટે કહ્યું કે, પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા બાબતે નિર્ણય લેવો પડશે. મતલબ કે જે રાજ્યમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યાં ફટાકડા ફોડી શકાતા નથી. જો કોઈપણ રાજ્યમાં ગ્રીન ફટાકડાને ફોડવાની મંજૂરી હોય તો ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે.

જવાબદારી એકલી કોર્ટની નથી’
ફટાકડા પર પ્રતિબંધના મામલાની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પર્યાવરણીય જાળવવાની જવાબદારી એકલી કોર્ટની નથી. લોકોએ પણ વધુ ગંભીર બનવાની જરૂર છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે, આજકાલ બાળકો કરતાં પુખ્ત વયના લોકો વધુ ફટાકડા ફોડે છે. તેથી લોકોએ પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે. રાજ્યોની સરકારોને હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાજકોટમાં સનાતન સ્વરાજ નામની સંસ્થાએ લગાવ્યા પોસ્ટર

Vivek Radadiya

સુરતના પાંડેસરા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન દુખદ બન્યો બનાવ….

Abhayam

ઈન્દ્રમણિ પાંડે બિમ્સટેક મહાસચિવ: BIMSTECના મહાસચિવ અને તેમની મોટી જવાબદારીઓ”

Vivek Radadiya