Abhayam News
Abhayam

ભારતથી દુબઈ જવાનો ખર્ચ કેટલો થાય છે? 

Dubai Tour: IRCTC can arrange cheap Dubai tour

ભારતથી દુબઈ જવાનો ખર્ચ કેટલો થાય છે?  સંયુક્ત આરબ અમીરાત વધુ વસ્તી ધરાવતું સમૃદ્ધ શહેર છે. દુનિયાભરમાંથી અનેક લોકો અહીં રિજગારી અને પ્રવાસ માટે આવે છે. દુબઈ મુસાફરીના આધારે અલગ-અલગ પ્રકારના વિઝા ઓફર કરે છે. તમારે તમારી મુસાફરીના કારણના આધારે વિઝા માટે અરજી કરવાની હોય છે. આ વિઝાનો પ્રકાર અને સમયગાળો અલગ-અલગ હોય છે.

સંયુક્ત આરબ અમીરાત વધુ વસ્તી ધરાવતું સમૃદ્ધ શહેર છે. દુનિયાભરમાંથી અનેક લોકો અહીં રિજગારી અને પ્રવાસ માટે આવે છે. દુબઈ મુસાફરીના આધારે અલગ-અલગ પ્રકારના વિઝા ઓફર કરે છે. તમારે તમારી મુસાફરીના કારણના આધારે વિઝા માટે અરજી કરવાની હોય છે. આ વિઝાનો પ્રકાર અને સમયગાળો અલગ-અલગ હોય છે.

ભારતથી દુબઈ જવાનો ખર્ચ કેટલો થાય છે? 

કેટલા સમયગાળાના વિઝા મળે છે : દુબઈમાં રહેવા માટે તમારે પ્રવાસના પ્રકારના આધારે વિઝા મેળવવાના હોય છે. અહીં તમને 48 કલાકનો વિઝા, 96 કલાકનો વિઝા, 14 દિવસનો સિંગલ એન્ટ્રી શોર્ટ ટર્મ વિઝા, 30 દિવસનો સિંગલ એન્ટ્રી શોર્ટ ટર્મ વિઝા, 90 દિવસની મુલાકાત વિઝા, સાથે મલ્ટી એન્ટ્રી લોંગ ટર્મ વિઝા મળે છે.

વિઝાના પ્રકાર : વિઝા અલગ – અલગ પ્રકારના હોય છે. તમારે ફરવા જવું હોય તો તે વિઝા અલગ છે. તમારે કોઈ કામથી એકાદ બે દિવસ કે સપ્તાહ માટે જાઓ છો કે વર્કપરમીર લઈને જાઓ છો તો પ્રકાર અલગ – અલગ હોય છે.

ટૂરિસ્ટ વિઝા : આ વિઝાનો ઉપયોગ માત્ર મુસાફરી માટે થાય છે. દુબઈ પ્રવાસ કરવા ઇચ્છતા લોકોને આ વિઝા 30 દિવસ માટે ઈશ્યુ કરવામાં આવે છે. અંગે સૌથી સારી વાત એ છે કે તમે દેશ છોડ્યા વિના વધારાના 30 દિવસ અને 90 દિવસ માટે વિઝા એક્સટેન્શન માટે અરજી પણ કરી શકો છો.

ટ્રાન્ઝિટ વિઝા : આ વિઝા મહત્તમ 15 દિવસ માટે માન્ય છે. આ સમયગાળા માટે જ તે મળતા હોય છે જ્યારે કોઈ વ્યક્તિ બીજા દેશની કનેક્ટિંગ ફ્લાઈટ ધરાવે છે અથવા જ્યારે કોઈને ત્રીજા દેશમાંથી પ્રવાસ કરવું હોય ત્યારે તે વિશેષ ઈશ્યુ કરવામાં આવે છે.

ગોલ્ડન વિઝા : ગોલ્ડન વિઝા તમને યુએઈમાં 5 થી 10 વર્ષ સુધી રહેવાની પરમિટ આપે છે. તે મુખ્યત્વે વિદ્યાર્થીઓ, ડોકટરો, વૈજ્ઞાનિકો વગેરે જેવા વિદેશીઓને અહીં રહેવા, કામ કરવા અને સંશોધન કરવા પરવાનગી સાથે સક્ષમ બનાવે છે.

દુબઇ વિઝાનો ખર્ચ : ભારતથી દુબઈની સીધી ફ્લાઈટ છે, તમે તમારા પ્લાનના આધારે ટિકિટ બુક કરાવી શકો છો. આ માટે તમારે પહેલા દુબઈનો વિઝા લેવો પડશે જે તમને દુબઈ વિઝા વેબસાઈટ પરથી ઓનલાઈન મળશે. દુબઈ વિઝા માટે અરજી કરવા માટે તમારે સંબંધિત વિભાગોમાં ઉલ્લેખિત કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પ્રદાન કરવા પડશે. ભારતીયો માટે દુબઈ વિઝા ફી રૂપિયા 6,000 થી 7,000 ની વચ્ચે છે. દુબઈ જવાનો સામાન્ય ખર્ચ પરત આવવા સુધી 65 થી 70 હજાર રૂપિયા છે બાકીનો ખર્ચ તમારા શોખ અને મોંઘવારી પર આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વધતા સંક્રમણ વચ્ચે જાણો ગુજરાતમાં સ્થિતિ

Vivek Radadiya

Gautam Adani Net Worth: ટોપ-20 અમીરોની યાદીમાં અદાણીની એન્ટ્રી

Vivek Radadiya

જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

Vivek Radadiya