Abhayam News
AbhayamGujaratTechnology

YouTube જોવું થશે મોંઘું

yotube

YouTube જોવું થશે મોંઘું યુટ્યુબનો પ્રીમિયમ કેટલાક દેશોમાં મોંઘું થવા જઈ રહ્યું છે. Google દ્વારા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ સબ્સ્ક્રાઇબર્સ પાસેથી આવક વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં કંપનીએ તેના પ્લેટફોર્મ પર એડ બ્લોકર્સ પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું છે. એક અહેવાલો મુજબ કંપનીએ ઘણા દેશોમાં તેના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનને મોંઘા કરી દીધા છે, જે કસ્ટમર્સ પહેલેથી જ YouTube પ્રીમિયમનો ઉપયોગ કરી રહ્યાં છે. કંપનીએ તેમને ત્રણ મહિનાનો ગ્રેસ પીરિયડ આપ્યો છે. આ પછી તેઓને નવું માસિક સબસ્ક્રિપ્શન લેવું પડશે. યુઝર્સ યુટ્યુબ પ્રીમિયમમાં ઘણાબધા ફાયદા મેળવે છે. કંપનીએ વીડિયો પર એડ ફ્રી અનુભવની સાથે અન્ય પણ ફાયદા આપી રહી છે.

YouTube જોવું થશે મોંઘું

આમાં યુઝર્સને યુટ્યુબ મ્યુઝિકનો પણ એક્સેસ પણ મળે છે. આ પ્લેટફોર્મ પર બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફીચરનો પણ ઉપયોગ કરી શકાય છે. વધુ સારી ફુલ એચડી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પણ આપવામાં આવે છે.અહેવાલો મુજબ ગુરુવારે સાત દેશોના વપરાશકર્તાઓને યુટ્યુબ તરફથી YouTube પ્રીમિયમના ભાવ વધારા અંગેનો સંદેશ આપવામાં આવ્યો છે. જે વધારો 1 નવેમ્બરથી લાગુ થઈ ગયો છે. કંપનીએ આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ચિલી, જર્મની, પોલેન્ડ અને તુર્કીમાં તેના પ્રીમિયમ પ્લાનની કિંમતો વધારવાનો સંદેશ મોકલ્યો છે.

ભારતમાં કોઈ ફેરફાર કરાયો નથી
ભારતમાં તેની અસર નહીં થાય તેવી પણ વિગતો છે. ગ્રાહકો આગામી ત્રણ મહિના માટે જૂના ભાવે સબસ્ક્રિપ્શનનો ઉપયોગ કરી શકશે. નવા સબ્સ્ક્રાઇબર્સને વધેલી કિંમત ચુકવવી પડશે. ભારતમાં YouTube Premiumની કિંમતમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતમાં YouTube પ્રીમિયમ પ્લાન 129 રૂપિયાથી શરૂ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર

Vivek Radadiya

ગિલ આઉટ થતાં જ નિરાશ થઈ સારા તેંડુલકર

Vivek Radadiya

શું વધુ એક ડોઝ લેવાની પડશે જરૂર ? 

Vivek Radadiya

2 comments

Comments are closed.