Abhayam News
Abhayam

RBIને આ રીતે મોકલાવો 2000ની નોટ 

RBIને આ રીતે મોકલાવો 2000ની નોટ  જો તમે 2000 રૂપિયાની નોટ જમા કરવા કે બદલવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છો તો તમારા માટે ખુશખબર છે. હવે તમને નોટ બદલવા માટે RBIની બહાર લાંબી લાઈનોમાં લાગવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ 2000ની નોટને સીધી બેંકમાં જમા કરાવી શકો છો. RBIને આ રીતે મોકલાવો 2000ની નોટ 

હકીકતે 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે ભારતીય રિઝર્વ બેંકના બહાર લોકોની લાંબી લાઈનને જોતા કેન્દ્રીય બેંકે કહ્યું છે કે લોકોને ગભરાવવાની જરૂર નથી. હવે લોકો 2000 રૂપિયાની નોટ પોતાના બેંક ખાતામાં જમા કરવા માટે તેને વીમાકૃત પોસ્ટ દ્વારા રિઝર્વ બેંકના નિર્દિષ્ટ ક્ષેત્રીય કાર્યાલયોમાં મોકલી શકે છે. 

rbi

લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં
RBIના ક્ષેત્રીય નિર્દેશક રોહિત પી.દાસે કહ્યું, “અમે ગ્રાહકોને સૌથી સહજ અને સુરક્ષિત રીતે સીધા તેમના ખાતામાં રકમ જમા કરવા માટે વીમાકૃત પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટ RBIને મોકલવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. આ તેમને બેંક બ્રાન્ચ સુધી જવાની અને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી બચાવશે.”

તેમણે કહ્યું કે ટીએલઆઈર તથા પોસ્ટ બન્ને વિકલ્પ ખૂબ જ સુરક્ષિત છે અને જનતાના મનમાં આ વિકલ્પોને લઈને કોઈ ડર નહીં હોય. એકલા દિલ્હી કાર્યાલયને અત્યાર સુધી લગભગ 700 ટીએલઆર ફોર્મ મળ્યા છે. તેમણે કહ્યું કે આરબીઆઈ પોતાના સંચારમાં પોતાના કાર્યાલયોમાં વિનિમય સુવિધા ઉપરાંત આ બે વિકલ્પોને શામેલ કરી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રામલલા માટે સરકાર વસ્ત્રોના પૈસા પણ નહોતી આપતી

Vivek Radadiya

વન વિભાગે સાગી લાકડાની તસ્કરીનું કૌભાંડ ઝડપી પાડ્યું

Vivek Radadiya

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ 

Vivek Radadiya