રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટી જાણકારી સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રવિવારે રાતે જ્યારે તે પોતાના બેડરૂમમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. આ સાથે એકવાર ફરી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે, રશિયાના રાષ્ટ્રપતિ બીમાર છે.રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ
અન્ય કાર્યક્રમોમાં બોડી ડબલ્સની હાજરી
ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆરએ એવો પણ દાવો કર્યો છે કે, પુતિન તેમના વિદેશ પ્રવાસો સહિત તાજેતરમાં જે કાર્યક્રમોમાં હાજરી આપી છે તેમાં તેમના બોડી ડબલ્સે હાજરી આપી છે. ટેલિગ્રામ ચેનલ અનુસાર, પુતિન હાલમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં વિશેષ સ્પેશિઅલ ઇન્ટેન્સિવ કેરમાં છે. કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને અહીં લાવવામાં આવ્યા હતા.
તાત્કાલિક સર્જરી કરાઇ
ચેનલે કહ્યું છે કે, ડોકટરોને પહેલા જ ખબર પડી ગઈ હતી કે રાષ્ટ્રપતિને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે. તેથી તેઓએ તાત્કાલિક પુતિનને સારવાર આપી. તેમને ડોક્ટરોની સમયસર મદદ મળી અને તેમની હાર્ટ સર્જરી કરવામાં આવી. આ સર્જરી બાદ પુતિન ફરી ભાનમાં આવી ગયા છે.
રાતે 9 કલાકે બેડરૂમમાં આવ્યો એરેસ્ટ
આ દાવા પર હજી સુધી ક્રેમલિન તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નથી. જોકે, રશિયન અધિકારીઓએ ભૂતકાળમાં ઘણી વખત ભારપૂર્વક નકારી કાઢ્યું છે કે, 71 વર્ષીય પુતિન સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. જનરલ SVR પરની એક પોસ્ટમાં, ક્રેમલિનના આંતરિક સૂત્રોએ લખ્યું કે, લગભગ 9:05 કલાકે, વ્લાદિમીર પુતિનના ઘરના સુરક્ષા અધિકારીઓને રાષ્ટ્રપતિના બેડરૂમમાંથી પડવાનો અવાજ સાંભળ્યો હતો. બે સુરક્ષા અધિકારીઓ તરત જ બેડરૂમમાં દોડી ગયા અને પુતિનને બેડની બાજુમાં ફ્લોર પર પડેલા જોયા. આ સાથે ત્યાં રહેલું એક ટેબલ પણ પડી ગયું હતું.
કાર્ડિયાક અરેસ્ટ શું છે?
કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય ધબકવાનું બંધ કરે છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે અને મગજ સહિત તમામ અવયવોનો બ્લડ સપ્લાય પ્રભાવિત થાય છે. મગજમાં રક્ત પ્રવાહ વિના વ્યક્તિ બેભાન થઇ જાય છે. જો ઈમર્જન્સીમાં સારવાર શરૂ ન કરવામાં આવે તો વ્યક્તિનુ મૃત્યું તરત જ થઈ જતું હોય છે. સડન કાર્ડિયાક અરેસ્ટ થવાનું કારણ હૃદય સાથે સંબંધિત હોઈ શકે, જો કે આવું હોય જ તે પણ જરૂરી નથી.