ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ (Zomato)ના શેરમાં આજે સતત ત્રીજા દિવસે ભારે તેજી જોવા મળી રહી છે. આજે ઈન્ટ્રા ડેમાં આ શેર અત્યાર સુધીમાં 4 ટકા ઉછળી ચૂક્યો છે અને પોતાના એક વર્ષના હાઈ પર પહોંચી ગયો છે. તેવામાં હવે તમારી પાસે શેર પડ્યા છે અને તેનું શું કરવું સમજાતું નથી તો બ્રોકરેજ હાઉસના નિષ્ણાંત પાસેથી જાણો.
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)ના શેરમાં આજે પણ તેજી જોવા મળી છે. આ તેજી સતત ત્રણ દિવસથી ચાલી રહી છે. જેના ફળ સ્વરુપે આજે ઈન્ટ્રા ડેમાં ઝોમેટોનો શેર 4 ટકા ઉછળીને તેના એક વર્ષના હાઈ સ્તરે પહોંચી ગયો છે. આ તેજીના કારણ બ્રોકેરજ દ્વારા આ શેર પર બુલિશ ટ્રેન્ડ આપવામાં આવ્યો છે. કેટલાક રોકાણકારોએ આ બુલ ટ્રેન્ડનો ફાયદો ઉઠાવ્યો અને પ્રોફિટ બુકિંગ પણ કર્યું છે. જેના કારણે શેરમાં થોડી નરમાશ જોવા મળી છે. જોકે હજુ પણ તે મજબૂત સ્થિતિમાં છે. હાલ બીએસઈ સેન્સેક્સ પર આ શેર 2.29 ટકાના ઉછાળા સાથે 111.60 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
બ્રોકરેજ હાઉસે શું આપ્યો છે ટાર્ગેટ પ્રાઈસ: બ્રોકરેજ ફર્મ કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટિઝે ફરી આ શેરમાં બાય રેટિંગ આપ્યું છે. પરંતુ તેની સાથે સાથે ટાર્ગેટ પ્રાઈસ 14 ટકા વધારીને 125 રુપિયા કરી દીધો છે. બ્રોકેરજ હાઉસનું માનવું છે કે ઝોમેટોની ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુ (gmv) જૂન મહિનામાં નિચલા સ્તરે પહોંચી ગઈ હતી અને હવે સપ્ટેમ્બર મહિનો અને તેના બાદ તેમાં સુધારો જોવા મળી શકે છે.
આ ઉપરાંત બ્રોકરેજ હાઉસનું એમ પણ માનવું છે કે આગામી ત્રિમાસિક ગાળામાં તેની પ્રોફિટેબિલિટી વધી શકે છે. જ્યારે તેના હાઈપરપ્યોર અને બ્લિંકિટ કારોબારમાં ઘટાડો આવી શકે છે. બ્રોકરેજ મુજબ ગોલ્ડ લોયલ્ટી પ્રોગ્રામના આધારે ફૂડ ડિલિવરીની વધતી માંગથી નાણાકીય વર્ષ 2024-26માં તેનો GMV લગભગ 18 ટકા અને શુદ્ધ નફો 10-30 ટકાના દરે વધી શકે છે.
સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI Directએ પણ ઝોમેટોના શેરમાં ટાર્ગેટ વધારીને 160 રુપિયા કર્યો છે અને બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજને ઝોમેટોના ત્રણેય કારોબારમાં પ્રોફિટેબિલિટીમાં સુધાર થવાની શક્યતા દેખાય છે. બ્રોકરેજનું કહેવું છે કે બુલ કેસની સ્થિતિમાં આ શેર ભવિષ્યમાં 200 રુપિયા સુધી પોહંચી શકે છે. જ્યારે બેર કેસની સ્થિતિમાં આ શેર નીચે 70 રુપિયા સુધી તૂટી શકે છે. જોકે હાલના સ્તરથી બ્રોકરેજ હાઉસ ખૂબ જ પોઝિટિવ છે.
ઝોમેટોમાં કમાણી પણ રોકાણરાકોને સારી થઈ છે. આ શેરે ફક્ત 6 મહિનામાં 110 ટકા રિટર્ન આપ્યું છે. 25 જાન્યુઆરી 2023ના રોજ આ શેર તેના એક વર્ષના નીચલા સ્તરે એટલે કે 44.35 રુપિયા પર હતો. જે બાદ 9 મહિનામાં આ શેર 155 ટકા કરતાં વધારે વધીને આજે 1 વર્ષમાં 113.25 રુપિયા પર પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…