Abhayam News
AbhayamNews

નાના ઘંઘા વ્યવસાય યોજના (ટર્મ લોન)

(૧) ૫શુપાલન યોજનાઃ-
આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૦૦લાખ સુધીની છે.કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ જેમકે પશુપાલન (ગાય-ભેંસ) માટે
(ર) નાના ઘંઘા વ્યવસાય :-
આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૨.૦૦લાખ સુધીની છે.કરીયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુઆહાર વેચાણ કેન્દ્ર, મોબાઇલ-કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન વિગેરે ૫સંદગીના વ્યવસાય માટે
(૩) ૫રિવહન યોજના:-
આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.ર.૦૦લાખ સુધીની છે.પરીવહન સેકટરમાં ઓટો રીક્ષા, લોડીંગ વાહન વગેરેવાહનની યોજનામાં જે વાહનની લોન લેવાની હોય તે વાહન ચલાવવાનું લાયસન્સ (પેસેન્જર વાહન માટે જે તે વાહનનો બેઇઝ) જરૂરી છે.
લોન મેળવવાની પાત્રતા
ઉકત ત્રણ યોજનામાં અરજદારે લાભ લેવા માટે નીચે મુજબની પાત્રતા ઘરાવતા હોવા જોઇએ.
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ.અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએઅરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ..અરજદારને તાંત્રિક તથા અન્યં કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક ૬ ટકા રહેશે.આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૮૫ ટકા લોન આપવામાં આવશે જેમા ૮૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૧૦ ટકા રાજય સરકારના અને પ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશેઆ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.

Related posts

દિલ્લીના CM કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટથી ઝટકો

Vivek Radadiya

523 ASIને મળ્યું PSIનું પ્રમોશન

Vivek Radadiya

સુરતની આ કંપની 22 જાન્યુ.એ 400 કર્મચારીઓને આપશે ડબલ પગાર

Vivek Radadiya