સુરત ભાજપનાં સક્રિય મહિલા કાર્યકર કોમલબેન બચકાનીવાલા ની.જો કે નામ કરતા વધારે કોમળ તેમનું હૃદય છે.ગરીબો, વંચિતો અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની તેમની ઉન્નત ભાવનાને કારણે આજે તેમની સેવાકીય પ્રવૃત્તિ એક પરમાર્થ ફાઉન્ડેશનમાં પરિણમી છે
.કોમલબેન બચકાની વાલાના નેતૃત્વમાં આ ફાઉન્ડેશન હાલમાં અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.
જોકે તેમની આ સેવાકીય પ્રવૃતિઓ એ ખરેખર માનવતાની જ્યોત જગાવી છે. ત્યારે રાજકારણ સાથે સંકળાયા પછી પણ સેવાકીય પ્રવૃતિ માટે સદૈવ ઉત્સુક રહેનાર કોમલબેન બચકાનીવાલા એક સાચા અર્થમાં જનસેવક ચરિતાર્થ થયાં છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, “જનસેવા એ જ સેવા ” છે. માનવ કલ્યાણના કાર્યો કરવા માટે ક્યારેય હોદ્દાની હોતી નથી. જરૂર છે
માત્ર જન સેવા યજ્ઞનો પ્રારંભ કરવા માટેની ઉન્નત ભાવનાની. બસ એકવાર તમે સમર્પણ ભાવથી જન સેવાની શરૂઆત કરો છો
ત્યારે તમારા આ સેવાયજ્ઞમાં આપોઆપ લોકો જોડાતા રહે છે અને ટૂંક સમયમાં જ આ સેવાયજ્ઞ નો છોડ જનકલ્યાણ નું વટવૃક્ષ બની જાય છે.
આવા જ એક સેવાયજ્ઞનો સુરત ભાજપના એક મહિલા કાર્યકરે સમય અગાઉ આરંભ કર્યો હતો અને આજે એમાં અનેક લોકો જોડાઈ ગયા છે અને જનકલ્યાણ માટે ના સેવા કાર્યોની સુવાસ ફેલાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…