આર્મી એટલે સરહદ પર દુશ્મન સામે લડતી બટાલિયન સેના અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજીક અને સેવાકીય કાર્ય માટે સંકલ્પીત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિઃસ્વાર્થ બટાલિયન સેના. સોશિયલ આર્મી ગ્રુપ 7 પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા, અન્નસાથી, ગૌસેવા, શિક્ષા, લાઈવ બ્લડબેન્ક, દવાબેન્ક, મહિલા શક્તિ પ્રોજેકટનો સમાવેશ થાય છે, રાષ્ટ્રહિત લોકજાગૃતિ રક્તદાન જરૂરિયાતમંદોને સહાય જેવા નિઃસ્વાર્થ સેવા સતકાર્ય નો સમન્વય આ સંસ્થા દ્વારા જ્યારે થઈ રહ્યો હોય ત્યારે આઝાદીનાં 75મો અમૃત મહોત્સવ નિમિત્તે સિતારામ ગૌશાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 9 ટન લિલી મકાઈ આપવામાં આવી હતી અને ગૌમાતા માટે લાડવા બનવવામાં આવ્યા હતા.
આ સંસ્થા દ્વારા અગાઉ અનેક સફળ કાર્યક્રમો થયા છે પણ આ ઉત્સવ ખૂબ જ યાદગાર અને દિલ થી ઉજવાયો હતો જેમાં દરેક સભ્યોને અંતરની લાગણી દ્વારા સુંદર અને સફળતાપૂર્વક યાદગાર ઉજવણી કરવામાં આવી હતી, સંસ્થા માટે જેમણે દિવસ રાત ના જોઈ તન મન અને ધન થી તનતોડ મેહનત કરી એક જવાબદાર સભ્ય તરીકે જે ખરા ઉતર્યા છે
દરેક સભ્યોને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા અને ખાસ આ ગ્રુપના સ્થાપક અને એક સફળ લીડર વિશાલ બેલડિયા ની જાણ બહાર એમનું વિશેષ સરપ્રાઇઝ સન્માન ગ્રુપના દરેક સભ્યો દ્વારા કરવામાં આવ્યુ જે ક્ષણ હાજર રહેલા દરેક માટે ભાવુક ક્ષણ હતી એ આંસુ ટીમને એક પરિવાર તરીકે જોડીને રાખે છે, આ કાર્યક્રમમાં શહેર અને સમાજનાં વિશેષ મહાનુભાવો સાથે રાષ્ટ્રપ્રેમી, સમાજપ્રેમી, સીતારામ ગૌશાળા ના ગૌસેવકો અને સોશિયલ આર્મી ની પુરી ટીમ હાજર રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…