98 ટકા શરીર પર ટેટૂ અને 91 બોડી મોડિફિકેશન કરાવીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલ આર્જેન્ટિનાના એક કપલને જોઈને લોકો આજકાલ કંઈક આવું જ કહી રહ્યા છે, આ કપલના 98 ટકા શરીર પર ટેટૂ છે અને 91 બોડી મોડિફિકેશન કરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે
98 ટકા શરીર પર ટેટૂ અને 91 બોડી મોડિફિકેશન કરાવીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
આ પહેલા વર્ષ 2014માં આ જ કપલે 84 મોડિફિકેશન કરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. હવે ગેબ્રિએલા અને વિક્ટરે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વિક્ટરે તેનું પહેલું ટેટૂ 11 વર્ષની ઉંમરે કરાવ્યું હતું પણ ગેબ્રિએલાના લગ્નના એક વર્ષ સુધી કોઈ બોડી મોડિફિકેશન કરાવ્યું ન હતું. વિક્ટરનું પહેલું ટેટૂ ગેબ્રિએલાને એટલું ગમ્યું કે તેને પણ બોડી મોડિફિકેશન કરાવવાનું મન બનાવી લીધું હતું
કપલે તેમના શરીર પર 50 પિયર્સિંગ, 8 માઇક્રોડર્મલ્સ, 14 બોડી ઇમ્પ્લાન્ટ્સ, 5 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, 4 ઇયર એક્સ્પાન્ડર, 2 ઇયર બોલ્ટ્સ અને 1 ફોર્ક્ડ ટંગ કરાવ્યા છે. એટલું જ નહીં, બંનેએ તેમની આંખોના સફેદ ભાગ પર પણ ટેટૂ કરાવ્યા છે, જેથી તેમની આંખો સંપૂર્ણપણે કાળી દેખાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે