સુરતમાં બંદૂકની અણીએ 88 લાખની લૂંટ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી લાખોની કિંમતના હીરા લઈ નીકળેલા વેપારીને લૂંટારુનો ભેટો થઈ ગયો હતો. મોપેડ પર આવેલા બે શખ્સોએ બંદૂકના નાળચે બંધક બનાવી રૂપિયા 88 લાખની લૂંટ ચલાવી બે લૂંટારુઓ ફરાર થઈ જતા સુરત પોલીસ દોડતી થઈ છે. બીજી બાજુ આ ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. ઘટના બનતા ની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ,પીસીબી, એસઓજી અને મહિધરપુરા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતમાં બંદૂકની અણીએ 88 લાખની લૂંટ
આંગડિયા કર્મચારીને લૂંટી કામરેજ નજીક ઉતારી દેવાયો
બે શખ્સોએ હીરા વેપારીને ડરાવી- ધમકાવી બંધક બનાવ્યા બાદ મોપેડ પર બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ કામરેજ નજીક 88 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી વેપારીને અધ્ધ રસ્તા વચ્ચે મૂકી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગેની જાણકારી મળતા જિલ્લા પોલીસ અને સુરત પોલીસ દોડતી થઈ હતી.જ્યાં મહિધરપુરા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આંગડિયા પેઢી અને તેની આસપાસ આવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
મહિધરપુરા પોલીસ અને ક્રાઇમબ્રાન્ચે અપહરણકારોને પકડવા તવાઇ હાથ ધરી
જ્યારે લૂંટારોઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી. મહિધરપુરા વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જ્યાં હાલ તો વેપારીની ફરિયાદના આધારે મહીધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસે શંકા -કુશંકાઓ વ્યક્ત કરી છે.જ્યાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા લૂંટ માટેની ટીપ આપી હોવાની પણ શકયતા રહેલી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે