લીલી પરિક્રમા દરમિયાન 5 લોકોના મોત ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે અને લાખો લોકો કુદરતના સાંનિધ્યમાં આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે ગિરનારની પરિક્રમા દરમિયાન 5 લોકોના મોત નીપજ્યા હતા.
જુનાગઢ: હાલ ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. લાખો ભક્તો લીલી પરિક્રમામાં જોડાયા છે અને ભક્તિભાવ સાથે કુદરતી સાનિધ્યનો આનંદ માણી રહ્યા છે. 23 નવેમ્બરથી શરુ થયેલી લીલી પરિક્રમા 27 નવેમ્બરના પુરી થશે. આ દરમિયાન, ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. આ વર્ષે ગિરનારની પરિક્રમા દરમિયાન 5 લોકોના મોત નીપજ્યા હતા.
લીલી પરિક્રમા દરમિયાન 5 લોકોના મોત
- અમરેલી જિલ્લાની રહેવાસી 11 વર્ષની બાળકી પર બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન તેમનું મોત થયું હતું.
- દ્વારકાના ખંભાળીયા તાલુકાના દેવળીયા ગામના 54 વર્ષીય મારખીભાઈ ગોઝીયાની તબિયત બગડતાં મૃત્યુ થયું હતું.
- રાજકોટના મહેન્દ્રભાઈ સરવૈયાનું પગે ઠેસ વાગતાં પડી ગયા હતા, જેથી તેમના માથામાં ઈજા થતાં મોત નીપજ્યું હતું.
- જામનગરના સિક્કાના 38 વર્ષીય મુક્તાબેન વાઘેલા અચાનક બેભાન થઈ ઢળી પડતાં મૃત્યુ થયું હતું.
- મહારાષ્ટ્રના પુણેના ચીનદોડ ગામના ઉધવ દેશમુખ નામના 65 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું.
જણાવી દઈએ કે, આ વર્ષે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હોય તેવો અત્યાર સુધીનો પહેલો કિસ્સો માનવામાં આવી રહ્યો છે. પરિક્રમા દરમિયાન કોઈ પણ પ્રાણી દ્વારા કોઈ પણ વ્યક્તિ પર ક્યારેય નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગિરનારની લીલી પરિક્રમામાં ભોજન, ભજન અને ભક્તિનો માહોલ જામ્યો છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ થતા લાખો યાત્રાળુઓ પરિક્રમા કરવા પહોંચી ગયા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રોમાં હરી હરના નાદથી ગુંજી ઉઠ્યા છે. જૂનાગઢ તરફ આવતા વાહનોમાં પગ મુકવાની પણ જગ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…..