ગુજરાતમાં 24 ક્લાકમાં નોંધાયા 11 નવા કેસ કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ફરીથી ગુજરાતમાં વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હાલમાં 2 કેસ સાથે કોરોનાની એન્ટ્રી થઈ અને આજે બીજા જ દિવસે નવા 11 કોરોનાના કેસ નોંધાયા છે. જેને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ સાવધાન રહેવા જણાવ્યુ છે.
ગુજરાતમાં કોરોનાની રિ-એન્ટ્રી મુદ્દે સરકારનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 13 સુધી પહોંચ્યા છે. વેરિયન્ટ માઈલ્ડ હોવાથી ચિંતાની જરૂર નહીં હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું. તેમણે કહ્યું નવા વેરિયન્ટથી સાવધાની રાખવાની જરૂર છે. નવા વેરિયન્ટથી વાયબ્રન્ટ સમિટને ખતરો નહીં હોવાની પણ વાત મંત્રી એ કરી હતી. આ સાથે કેન્દ્ર સરકારે સતર્ક રહેવાની સૂચના આપી છે.
ગુજરાતમાં 24 ક્લાકમાં નોંધાયા 11 નવા કેસ
કોરોના સંકટ મુદ્દે રાજ્યો સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને યોજી વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક પણ કરી હતી. કેન્દ્ર તરફથી દરેક રાજ્યને તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે સ્વાસ્થ્ય એ કોઈ રાજકારણનું ક્ષેત્ર નથી, દરેક માટે સહાય ઉપલબ્ધ છે.
રાજ્યમાં આરોગ્ય વિભાગને તેમણે કહ્યું કે આપણી સજ્જતામાં કોઈ શિથીલતા ન હોવી જોઈએ. દરેક હોસ્પિટલમાં દર ત્રણ મહિને મોકડ્રિલ કરવા સૂચના પણ આપવામાં આવી છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે આપણે સતર્ક રહેવાની જરૂરી પરંતુ ગભરાવાની જરીર નથી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે