Abhayam News
AbhayamGujaratNews

WhatsApp Web: કોઇપણ કરી કરશે મિસયૂઝ

WhatsApp Web: Anyone Will Misuse

WhatsApp Web: કોઇપણ કરી કરશે મિસયૂઝ જો તમે પણ ઓફિસમાં વૉટ્સએપ વેબનો ઉપયોગ કરો છો, તો અમે તમને એક મહત્વપૂર્ણ સેટિંગ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે તાત્કિલાક ઓન કરી દેવું જોઇએ

WhatsApp Web: Anyone Will Misuse

WhatsApp Web screen lock: જે રીતે સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, તેવી જ રીતે તેની કેટલીક એપ્સ પણ આપણા જીવનનો એક ભાગ બની ગઈ છે. આપણે બધા એ નથી જાણતા કે આપણે એક દિવસમાં કેટલી વાર WhatsApp, Instagram, Facebook વગેરે ઓપન કરીએ છીએ. વૉટ્સએપનો ઉપયોગ ઑફિસમાં પણ ઝડપી વાતચીત માટે થાય છે. આજકાલ સૌથી મોટા અપડેટ્સ આના દ્વારા એકબીજાને જણાવવામાં આવે છે. જો તમે પણ ઓફિસમાં વૉટ્સએપ વેબનો ઉપયોગ કરો છો, તો અમે તમને એક મહત્વપૂર્ણ સેટિંગ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે તાત્કિલાક ઓન કરી દેવું જોઇએ. 

WhatsApp Web: કોઇપણ કરી કરશે મિસયૂઝ

WhatsApp Web: Anyone Will Misuse

પ્રાઇવસી માટે જરૂરી છે આ સેટિંગ્સ 
ઘણી વખત એવું બને છે કે આપણે વૉટ્સએપ ચાલુ કરીએ છીએ અને ઓફિસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. ક્યારેક મીટીંગ કે કોઈ અંગત કામને લીધે સીટ છોડવી પડે છે. આ સ્થિતિમાં જો કોઈ તમારી સીટ પર આવે છે, તો કોઈપણ તમારી ચેટ્સ જોઈ શકે છે. પ્રાઈવેટ ચેટ્સ ઉપરાંત કેટલીકવાર સિક્રેટ પ્રૉજેક્ટ્સ પણ અન્ય લોકોને ખબર પડી જાય છે. આને ટાળવા માટે તમે WhatsApp વેબને લૉક કરી શકો છો. કંપની તમને સેટિંગમાં આ ઓપ્શન આપે છે.

આ રીતે કરો વૉટ્સએપ વેબની સ્ક્રીનને લૉક 
વૉટ્સએપ વેબને લૉક કરવા માટે પહેલા સેટિંગ્સમાં જાઓ અને પછી પ્રાઇવસી ઓપ્શન પર જાઓ અને નીચેના સ્ક્રીન લૉક ઓપ્શન પર ક્લિક કરો.
હવે પાસવર્ડ એન્ટર કરો. તમારે 6 અક્ષરો કરતા લાંબો પાસવર્ડ સેટ કરવો આવશ્યક છે.
પાસવર્ડ સેટ કર્યા પછી તમે પાસવર્ડ સેટ કરવા માટેનો સમય પણ પસંદ કરી શકો છો. કંપની તમને 1 મિનિટ, 10 મિનિટ અને 30 મિનિટનો ઓપ્શન આપે છે. આમાં તમને તરત જ લાઈક વૉટ્સએપનો ઓપ્શન મળે છે.

દરેક વખતે ઓન કરવું પડશે સ્ક્રીન લૉક
વૉટ્સએપ વેબની એક સમસ્યા એ છે કે જો તમે સ્ક્રીન લૉક ઓન કરી દો છો, અને તેને કર્યા બાદ એકાઉન્ટ લોગઆઉટ કરો છો, તો આગલી વખતે તમારે તેને ફરીથી ચાલુ કરવું પડશે. જો તમે પાસવર્ડ ભૂલી જાઓ છો, તો તમારે એકાઉન્ટને લોગઆઉટ કરવું પડશે ત્યારબાદ તમારે ફરીથી નવો પાસવર્ડ સેટ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મુકેશ અંબાણીનો બનો ભાડૂઆત સૌથી અમીર વ્યક્તિ, ચૂકશે લાખોમાં દર મહિને ભાડું

Vivek Radadiya

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું અવસાન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા..

Abhayam

સુરતમાં બંદૂકની અણીએ 88 લાખની લૂંટ

Vivek Radadiya