Abhayam News
AbhayamNews

કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા શું કહી રહ્યાં છે?…

કોરોનાની બીજી લહેર શાંત થઇ છે અને ધાર્મિક સ્થાનો તેમજ પ્રવાસન સ્થાનો પર લોકોની ભીડ એકત્ર થતી જોઇ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ ઉચ્ચ અધિકારીઓને એવી તાકીદ કરી છે કે જાહેર સ્થળોએ માસ્ક વિના ફરતા લોકો સામે આકરા પગલાં લેવાનો સમય આવી ગયો છે. આદેશમાં તેમણે કહ્યું છે કે જે વ્યક્તિએ માસ્ક નહીં પહેર્યું હોય તેની સામે દંડાત્મક કાર્યવાહી કરો.

પોલીસ વડાએ ધાર્મિક ટ્રસ્ટના વડા તેમજ ટ્રસ્ટીઓને પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાના આદેશ આપ્યા છે. પ્રવાસન સ્થળોના સંચાલકોને પણ તેમણે ચીમકી આપી છે. સંભવિત ત્રીજી લહેરની અસર ઓછી કરવા પોલીસ વડાએ આ આદેશ બહાર પાડ્યા છે. તેમણે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના નાના મોટા શહેરોમાં પણ કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

ગુજરાતમાં શહેરો ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. જેમાં પાવાગઢ, અંબાજી, સાંરગપુર હનુમાન, દ્વારકા, સોમનાથમાં ખુબ મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થાય છે. માસ્ક નહીં પહેરનારા લોકો સામે અત્યારે કોઇ પગલાં લેવામાં આવી રહ્યાં નથી.

ડીજીપીએ તમામ જીલ્લા પોલીસ વડાઓને જીલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોએ એકત્ર થતી ભીડમાં આવતા લોકો માસ્ક પહેરે અને નિયમોનું પાલન કરે તે માટે ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરવા એસપીને સુચના આપી છે. જેમાં જે તે ધાર્મિક સ્થળોના ટસ્ટ્રીઓ અને સંચાલકો સાથે મીટીંગ કરીને ધાર્મિક યાત્રા ધામ પર આવતા લોકો નિયમોનું મહત્તમ પાલન કરે તેવું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.

જોકે, આમ રાજકીય ઇચ્છાશક્તિ પણ મહત્ત્વની છે. જો પોલીસ પોતાનું કામ કરશે અને રાજકીય હસ્તક્ષેપને કારણે પોલીસે સમાધાન કરવા પડશે તો અંતે સહન કરવાનું લોકોને જ આવવાનું છે. એટલે રાજકીય નેતાઓ ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે તે જરૂરી છે નહીં તો ત્રીજી લહેરને આવતા રોકવાના પ્રયત્નો નાકામ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં જીન્સ-શૉર્ટ ડ્રેસ પર લાગ્યો પ્રતિબંધ

Vivek Radadiya

સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયોને લઈ મોટા સમાચાર 

Vivek Radadiya

સ્કૂલે ટોકનના નામે 2021-22ના સત્ર માટે એડવાન્સ ફી ઉઘરાવવાનું શરૂ કર્યું જાણો શુ છે ખબર…

Abhayam