Abhayam News
AbhayamNews

વડોદરા:-આ રીતે PIની પત્ની સ્વિટી પટેલની હત્યાનો કેસ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યો, જાણો સમગ્ર ઘટના..

પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને આખી રાત બેડરુમમાં મૂકી રાખી હતી.

વડોદરા: PI અજય દેસાઇની પત્ની સ્વિટી પટેલના ગુમ થવાના કેસને ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. કરજણમાંથી 50 દિવસથી ગુમ થયેલી જિલ્લા SOGના તત્કાલીન પીઆઈની પત્નીની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ અને એટીએસે ભેદ ઉકેલી દીધો છે. અજય દેસાઈના બાથરૂમના ફ્લોર પરથી લોહીના ડાઘા મળ્યા હતા. તેને તપાસ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલી આપ્યા હતા. જોકે, કેસની તપાસનાં 49 દિવસ બાદ અજય દેસાઇએ પોતાની પત્ની સ્વિટી પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અજય દેસાઇ વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાશે. આ સાથે પુરાવાનો નાશ કરવામાં મદદ કરવા બદલ પીઆઈ અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

 આ પછી 5 જૂન 2021ના રોજ સવારે 10.45 વાગ્યાની આસપાસ પોતાની બ્લેક કલરની કંપાસ કારમાં લાશ મુકીને બાજુના કમ્પાઉન્ડમાં ગાડી મુકી દીધી હતી. આ પછી 11.30ની આસપાસ પોતાના સાળા જયદીપને સ્વિટી ગુમ થયાના સમાચાર આપ્યા હતા. આ પછી પીઆઈ અજય દેસાઇએ પોતાના મિત્ર કિરીટ સિંહ જાડેજા કરજણવાળાની મદદ લઇ સાંજના ચારેક વાગે કરજણ- આમોદ- વાગરાથી દહેજ હાઇવે પર અટાલી ગામના પાટીયા પાસે આવેલ કિરીટ સિંહની બંધ હોટલના પાછળના ભાગે આવેલ ખુણામાં લાશને સળગાવી દીધી હતી.

 રાજ્યભરમાં ચકચાર મચાવનાર આ કેસને વડોદરા જિલ્લા પોલીસ પાસેથી લઇને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એટીએસને સંયુક્ત રીતે જોવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સ્વિટી અને અજય દેસાઇએ વચ્ચે હત્યાની રાત્રે લગ્નની વાતને કારણે મોટો ઝઘડો થયો હતો. રાત્રે 12.30 વાગે પીઆઇ દેસાઇએ સ્વિટીનું ગળુ દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ઉપર બેડરુમમાં મુકી દીધી હતી. આખી રાત લાશને બેડરુમમાં મૂકયા બાદ બીજા દિવસે સવારે જાણે કંઇ ના બન્યું હોય તેમ સવારે 10.45 વાગે પોતાની કાળા કલરની કંપાસ જીપને ઘરના દરવાજા સુધી લાવી લાશ મૂકી હતી.

 આ કેસને કઇ રીતે ઉકેલ્યો તે પણ જોઇ લઇએ. ​​​​​​​જે દિવસે સ્વિટી ગુમ થઈ તે દિવસે સૌથી પહેલી શંકાસ્પદ બાબત અજય દેસાઈ તેની કાર બંગલામાંથી બહાર પાર્ક કરતા હતા. પરંતુ તે રાત્રે કાર રાતના એક વાગે રિવર્સ કરી બંગલામાં મૂકી હતી. ત્યારબાદ અજય દેસાઈનો કોલ રેકોર્ડ તપાસતા પણ અન્ય શંકાસ્પદ વાત બહાર આવી હતી. તેણે રાત્રે એક વાગે કરજણની એક હોટલના માલિકને ફોન કર્યાનું પકડાયું હતું. સીસીટીવીમાં કાર બંગલાની બહાર નીકળે છે ત્યારબાદ કરજણ ટોલનાકા પર દેખાઈ હતી. જે હોટલ માલિકને અજય દેસાઈ મળવા નીકળે છે તે દિવસના હોટલના સીસીટીવી ફુટેજ ગુમ થઈ જાય છે.

 પોલીસ તપાસમાં દહેજ નજીક માનવ અસ્થિ મળે છે તે મકાનની માલિકી પણ કરજણના હોટેલ માલિક કિરીટસિંહ જાડેજાની જ હોય છે. આ સાથે પીઆઈ અજય દેસાઈનું મોબાઈલ લોકેશન પણ ત્યાં જ બતાવતું હતું. જેથી ક્રાઈમ બ્રાંચે આ દિશામાં પુરાવા મળ્યા બાદ અજય દેસાઈની સ્પષ્ટ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ તેની સઘન પૂછપરછ કરતા આખરે તેમણે ગુનાની કબૂલાત કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વાઇબ્રન્ટ સમિટમાં ઈલેક્ટ્રિક વાહન પર મોટું એલાન

Vivek Radadiya

દેશની સૌથી મોટી સરકારી બેંકે આપ્યો મોટો ઝટકો

Vivek Radadiya

ઝવેરીલાલ મહેતાનું નિધન

Vivek Radadiya

1 comment

Comments are closed.