Abhayam News
AbhayamNews

ભારતમાં વધુ બે કોરોના વેક્સીન અને એન્ટી વાયરલ દવાને મંજૂરી અપાઈ….

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ દવાને મંજૂરી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, જે નવી વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે તેમાં કોવોવેક્સ અને કોર્બેવેક્સનો સમાવેશ થાય છે.જ્યારે એન્ટરી વાયરલ દવા મોલનુપિરવીરને પણ ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે.

તેમણે કહ્યુ હતુ કે, કોર્બેવેક્સ ભારતમાં બનેલી પહેલી આરબીડી પ્રોટિન સબ યુનિટ વેક્સીન છે

.તેને હૈદ્રાબાદની કંપની બાયોલોજિકલ-ઈ દ્વારા બનાવવામાં આવી છે.જ્યારે નેનોપાર્ટિકલ ટેકનોલોજી પર આધારિત કોવોવેક્સનુ નિર્માણ પુણેની સિરમ ઈન્સ્ટિટ્યુટમાં થશે.

હવે એક સાથે બે વેક્સીનને મંજૂરીની એક જ દિવસમાં જાહેરાત કરવામાં આવી છે અને તેને જોતા લાગી રહ્યુ છે કે, સરકાર બજારમાં કોરોના રસીના શક્ય હોય તેટલા વધારે વિકલ્પ મુકવા માંગે છે.

આ સાથે જ હવે ભારતમાં કોરોનાની પાંચ રસી ઉપલબ્ધ થશે.કોવેક્સિન, કોવિશિલ્ડ અને રશિયાનુ સ્પુતનિક વી રસીને પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી છે અને લોકોને આ રસી આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત:-મુસ્કાન ફેમિલી દ્વારા વિધવા બહેનોના અભ્યાસ કરતા બાળકોને સ્ટેશનરીની વસ્તુનું વિતરણ કર્યું…

Abhayam

શું લોકસભા ચૂંટણીના કારણે IPLની આગામી સિઝન ભારતમાં નહીં યોજાય? IPL ચૂંટણી નિર્ણય ચેરમેને આપી સૌથી મોટી અપડેટ

Vivek Radadiya

ગોંડલના મહારાજા જ્યોતેન્દ્રસિંહજીનું 84 વર્ષની વયે નિધન…

Abhayam