Abhayam News
AbhayamSocial Activity

સૌરાષ્ટ્રની સેવામાં…52 સંસ્થાઓથી બનેલી સેવા સંસ્થામાંથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ રવાના થયા સુરતનાં યોદ્ધાઓ…

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. યોગ્ય સારવારના અભાવે મોટી સંખ્યામાં લોકોના ત્યાં મોત થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ જેમણે સુરતમાં આઈસોલેશન સેન્ટરો ઉભા કર્યા.

જે નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન સાબિત થયા છે. સ્વયંસેવકો અને દાતાઓનાં સહકારથી અહીં ઉત્તમ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે અપાઈ રહી છે. આ પ્રકારની સેવા સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લા અને તાલુકામાં મળી રહે એવા હેતુથી ચાર દિવસીય સૌરાષ્ટ્રની મુલાકાત અને સર્વે કર્યા બાદ લોકોમાં રહેલા ડર, ગેરસમજ અને આરોગ્યલક્ષી સેવાઓ ના અભાવને કારણે વધી રહેલ કોરોનાને કાબુમાં લેવા વિશિષ્ઠ આયોજન કરી 7 દિવસ મારા વતનને અને ચાલો જઈએ વતનની વ્હારે વિચાર સાથે 7 દિવસમાં 500 ફોરવીલ સાથે એમ્બ્યુલન્સ, MD લેવલનાં 40 થી વધારે ડોક્ટરો, જરૂરી દવાઓ લઈને ત્યાં પહોંચશે.

સાથે સાથે ગ્રામજનોમાં રહેલા કોરોનાના ડરને દૂર કરવા માટેનાં પ્રયાસો થશે આ કાર્યની શુભ શરૂઆતમાં સાંજે 6 કલાકે મિતુલ ફાર્મ સરથાણા જકાતનાકા થી સેવા સંસ્થાનાં પ્રમુખસ્થાને થી મહેશભાઈ સવાણી અને સેવા સંસ્થાનાં તમામ જવાબદાર સભ્યો તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં અગ્રણીશ્રીઓ કાનજીભાઈ ભાલાળા, હરિભાઈ કથીરિયા, ભવાનભાઈ નવાપરા, સવજીભાઈ વેકરિયા, દિલીપભાઈ બુહા, મારુતિ વીર જવાન યુવાન ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા તેમજ વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા, ધાર્મિકભાઈ માલવીયા, અજયભાઈ પટેલ, સતીશભાઈ ભંડેરી, પંકજભાઈ સિદ્ધપરા, રોનકભાઈ ઘેલાણી, અશોકભાઈ અધેવાડા,
અંકિત બુટાણી, મહેશભાઈ અણઘણ, વલ્લભભાઈ ચોથાણી, વિપુલભાઈ તળાવીયા, ડો. ગૌતમભાઈ શિહોરા, રાકેશભાઈ કાકડીયા, દિલીપભાઈ વરસાણી, પિયુષભાઈ વેકરિયા સાથે બીજા તમામ વિશેષશ્રીઓ હાજર રહ્યા હતા,

આ કાર્યમાં રાષ્ટ્રધ્વજ સાથે લઈ રાષ્ટ્રભાવના સાથે કુમારિકા દીકરીઓએ કંકુ તિલક કરી હિન્દુ સંસ્કૃતિ મુજબ મીઠું મોંહ કરાવી વતનને વ્હારે વાહનો રવાના કરાયા હતા.

Related posts

ભારતીય સૈન્ય દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ભૂજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ..

Abhayam

બોટાદના ગઢડામાં વિદ્યાર્થિનીના ગુમ થવા મુદ્દે ખુલાસો

Vivek Radadiya

જાણો:-ધો.12નું પરિણામ કેવી રીતે તૈયાર થશે..

Abhayam