Abhayam News
AbhayamNews

આગામી દિવસોમાં:-રાત્રી કર્ફ્યુને લઈને રાજ્યના ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત..

કોરોનાની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે અને કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જેમણે કારણે ગુજરાત રાજ્યમાં રાત્રી કરફ્યું લાદવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં ઘટી રહેલા કોરોનાના કેસને કારણે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે..

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું રાત્રી કરફ્યું અંગે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાત્રી કરફ્યુમાં કોઈ ફેરફાર કરવો કે નહિ અને વેપાર તથા ઉધોગો પર કેટલા પ્રમાણમાં છૂટ આપવી અથવા તો છૂટ આપવી કે નહી તેના પર હવે નિર્ણય કરવામાં આવશે. રાત્રી કર્ફ્યુની અવધી પૂરી થયા બાદ જે તે તાલુકામાં કોરોનાની સ્થિતિ જોઇને આગમો કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

મહત્વનું એ છે કે, સરકાર દ્વારા લગાવવામાં આવેલ કર્ફ્યુના નિયંત્રણ આગામી 12 મે ના રોજ પુરા થઈ રહ્યા છે. એટલે હવે આગામી બે દિવસમાં સરકાર આ કર્ફ્યુના નિયંત્રણને આગળ લંબાવવું કે તેમાં થોડીક છૂટછાટ આપવી તે અંગે નિર્ણય લેશે.

Related posts

સુરતમાં કોંગ્રેસ તૂટી, આ નેતાઓ પંજો છોડી કમળ પકડશે ..

Abhayam

ટ્રેક્ટર ખરીદવા માટે મોદી સરકાર આપી રહી છે 50 ટકાની છૂટ….

Deep Ranpariya

વેપારીઓએ તુવેર અને અડદની દાળનો માર્યાદિત સ્ટોક રાખવો પડશે

Vivek Radadiya