Abhayam News
AbhayamNews

સાયકલ શેરિંગ પ્રોજેક્ટની નીકળી હવા…

સિટી-BRTS બસ અને રિક્ષામાં 10 રૂપિયા ભાડુ, સાયકલ પ્રત્યે લોકોનો ઓસરતો ઉત્સાહ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય અંગેની જાગૃતતા લાવવા તેમજ પ્રજાજનો વાહનોનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરે તે માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ મુખ્ય વિસ્તારમાંથી નગરજનો સાયકલ ભાડે લઇ શકે તે માટે સાયકલ સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા હતા.

સાયકલનું એક કલાકના ભાડા કરતા રિક્ષા અને બસનું ભાડું સસ્તુ હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં મનપાએ સાયકલનું એક કલાકનું ભાડું રૂપિયા 20 રાખવામાં આવતા નગરજનો આ પ્રોજેક્ટનો યોગ્ય લાભ લઈ શકતા નથી. આથી હાલ સાયકલોની ભંગાર જેવી હાલત થતા ધૂળ ખાય છે. વર્ષે 2 લાખ રૂપિયાનો ખર્ચ જાળવણી માટે કરાય છે.

મહાનગરપાલિકાના સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અંતર્ગત કોટેચા ચોકમાં 20થી વધુ સાયકલ રાખવામાં આવી છે. જેનો ઉપયોગ નહીં થતા તે તમામ સાયકલ ધૂળ ખાઈ રહી છે.

મામલે રાજકોટના મેયરનું પણ માનવું છે કે, થોડા સમય પહેલા જ ચાલુ કરવામાં આવેલા સાયકલ શેરિંગ પ્રોજેક્ટને હળવો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટમાં શહેરીજનોની સવલત માટે રેસકોર્સ સહિત ત્રણ સ્થળે ચાલતો સાયકલ શેરિંગ પ્રોજેક્ટ યોગ્ય જાળવણીના અભાવે ભંગારમા ફેરવાયો છે. દર વર્ષે 2 લાખના ખર્ચ છતાં સાયકલો ઉપયોગ કરવા જેવી રહી નહિ હોવાની ફરિયાદો ઉઠી 

2015માં શહેરીજનો માટે યુરોપીય દેશોની યોજનાના આધારે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ થયો હતો. જેમાં લોકો પોતાની અનુકૂળતા પ્રમાણે સાયકલ વાપરીને શહેરમાં હરી ફરી શકે છે.

હેલ્થ માટે રેસકોર્સમાં પણ સાયક્લિંગ કરી શકે તે માટે શરૂ કરાયો હતો. રેસકોર્સ ઉપરાંત ઈન્દિરા સર્કલ અને કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ખાતે સાયકલો રાખવામાં આવી હતી અને તેમાંથી રેસકોર્સ ખાતેની સાયકલોનો શરૂઆતમાં ઉપયોગ થયો હતો પણ સાયકલો રિપેર કરવામાં આવતી નહિ હોવાથી લોકોને મુશ્કેલી પડવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા ‘અલ્પેશ કથિરીયા’નું રાજકીય ભવિષ્ય શું?

Abhayam

સુરતના વરાછા એફિલ ટાવરમાં ઉઠમણું

Vivek Radadiya

રોવમેન પોવેલ રાજસ્થાને 7.4 કરોડમાં ખરીદ્યો

Vivek Radadiya