Abhayam News
AbhayamGujaratSports

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર ટૂર્નામેન્ટની પ્રથમ 5 મેચ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ભારતને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું ધૂંધળું

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં સતત પાંચ મેચ જીતી છે

WORLD CUP 2023 જીતવા માટે ભારતીય ક્રિકેટ ટીમને હોટ ફેવરિટ માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં સતત પાંચ મેચ જીતી છે. રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની જોરદાર જીત બાદ ટીમ ઈન્ડિયા 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી કોઈ ટીમ ભારતને હરાવી શકી નથી. તેથી ભારતીય ટીમને આ વર્લ્ડ કપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હાલની સ્થિતિ એવી છે કે ભારતીય ટીમ સરળતાથી નોકઆઉટ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ જશે એવું લાગે છે. ભારતીય ક્રિકેટ ચાહકો પણ માની રહ્યા છે કે હવે તો ભારત સાવ આસાનીથી સેમીફાઈનલમાં પહોંચી જશે.

ભારતીય ટીમનું વર્લ્ડ કપનું સપનું અધૂરું

ભારતે ઘણી સારી લીડ લીધી હોવા છતાં ભારત માટે વધુ પડકારજનક મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. ગત વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ સારા ફોર્મમાં હતી.પરંતુ સેમિફાઇનલમાં મળેલી હારથી ભારતીય ટીમનું વર્લ્ડ કપનું સપનું અધૂરું રહી ગયું હતું. આ વખતે પણ ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલમાં ક્વોલિફાઈ થવાનો રસ્તો આસાન નહીં હોય

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ભારતને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું ધૂંધળું થઈ શકે છે. કારણ કે હવે ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવનાર ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા ભારત માટે આગામી પડકાર છે.

આ મેચમાં સાવધાન રહેવું પડશે

આગામી મેચ 29 ઓક્ટોબરે લખનૌના એકના સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે થશે. (IND VS ENG) ઈંગ્લેન્ડ સામેની મેચ ભારત માટે પડકારરૂપ છે. કારણ કે ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે જ ભારતને સેમીફાઈનલમાંથી બહાર કરી દીધું હતું. ઈંગ્લેન્ડની ટીમ ઓલરાઉન્ડર્સથી ભરેલી છે અને તેને આસાનીથી હરાવી શકાય એમ નથી. તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ પણ છે એ વાત ભૂલવી ન જોઈએ.

ભારતીય ટીમે આ મેચમાં સાવધાન રહેવું પડશે.ઈંગ્લેન્ડ પછી ભારતની આગામી મેચ શ્રીલંકા સામે 2 નવેમ્બરે રમાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા સામે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પરંતુ 2007ના વર્લ્ડ કપમાં શ્રીલંકાએ વર્લ્ડકપમાં ભારતીય ટીમની સફરનો અંત આણ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

ભારતના અર્થતંત્રની સાથે શેરબજાર પણ બનાવશે નવા રેકોર્ડ

Vivek Radadiya

રાજ્યના શિક્ષણમંત્રીએ ગુજરાતમાં શાળાઓ બંધ કરવા મુદ્દે જાણો શું કહ્યું….

Abhayam

ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કેજરીવાલ 7 જાન્યુઆરીએ સભા ગજવશે

Vivek Radadiya