Abhayam News
AbhayamNews

સુરત:-પેપરલીક કૌભાંડ મુદ્દે આવેદન આપવા જતા આપના કાર્યકરોને ટીંગાટોળી કરી ઉઠાવી લેવાયા…

હેડ કર્લાકનું પેપર ફુટવાના કેસમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા જતી વખતે મુખ્ય ગેટ પર જ બંદોબસ્ત કરતા પોલીસ જવાનોએ અટકાવતા ઘર્ષણ થતા પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી. તો કેટલાક આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા.

 મેઇન ગેટ પાસે જ પોલીસ સાથે ઘર્ષણ, કેટલાક અંદર પહોંચી ગયાઃ મહિલા કાર્યકરો સહિત 19 ને ખેંચી ખેંચીને પોલીસ વાનમાં બેસાડાયા..

હેડ કર્લાકનું પેપર ફુટી જવાને લઇને આમ આદમી પાર્ટી દ્વારા રાજયભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. આજે કાર્યકરો દ્વારા ચોકબજાર ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યા બાદ આવેદનપત્ર આપવા માટે જિલ્લા સેવાસદન પહોંચ્યા હતા

. જયાં પહેલેથી જ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી કાર્યકરોને અંદર જતા અટકાવ્યા હતા. આથી કાર્યકરો રોષે ભરાઇને સરકાર વિરુદ્વ ભારે સુત્રોચ્ચાર કરતા વાતાવરણ ગરમાયુ હતુ.  પોલીસે બળપ્રયોગ શરૃ કરીને કાર્યકરોની ટીંગાટોળી કરીને વાનમાં બેસાડવા માંડયા હતા.

તો મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઇ હોવાથી મહિલા પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરાઇ હતી. કેટલાક કાર્યકરોને પોલીસે ખેંચી ખેંચીને વાનમાં બેસાડયા હતા. આખરે કેટલાક કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. પોલીસ દ્વારા 19 કાર્યકરોને ડીટેઇન કરાયા હતા.

ઝપાઝપીમાં ઉમરા પી.આઇ ડી.કે.પટેલ ઇજાગ્રસ્ત

અઠવાલાઇન્સ જિલ્લા સેવાસદન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો  સાથે પોલીસ ઝપાઝપી, ટીંગાટોળી કરતા કાર્યકરો પણ ઉશ્કેરાયા હતા. અને આ ઝપાઝપીમાં ઉમરા પી.આઇ ડી.કે.પટેલ ઇજાગ્રસ્ત થયા હતા. તો કેટલાક પોલીસ અધિકારીઓએ મીડીયા કર્મચારીઓ સાથે બેહુદુ વર્તન કર્યાની પણ ફરિયાદ ઉઠી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સ્વદેશી નેવલ એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

Vivek Radadiya

સુરતનું આ યુવક મંડળ સતત 32 વર્ષથી રક્તદાન કરીને 125મો કેમ્પ યોજ્યો…

Abhayam

પરબધામના મહંત કરસનદાસ બાપુની ભવિષ્યવાણી…!

Vivek Radadiya